ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમાયા

ઓપી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ અવિશ્વાસ ધરાવે છે. તેઓ લભગ 35 વર્ષ સુધી આર્યસમાજ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા રહ્યા હતા.

આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રત ગુરુકુળમાં 1981થી આચાર્ય હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે શપથગ્રહણ સમારોહની શરૂઆત પહેલા રાજભવનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી