ફ્રાન્સની દિગ્ગજ કંપની શનૈલના ભારતીય મૂળના લીના નાયર બન્યા CEO

ભારતનું વધુ એક ‘રતન’ દુનિયામાં ચમક્યું

વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હાલમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરની કમાન મળી હતી, જેના પછી સમગ્ર વિશ્વમાં ભારતનું કદ ઊંચું થયું હતું. હવે ભારતીય મૂળની લીના નાયરને મંગળવારે લંડનમાં ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ શનૈલ દ્વારા તેના નવા વૈશ્વિક ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લીના હાલમાં યુનિલિવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) છે.

ભારતીય મૂળની લીના નાયરનું કરિયર ગ્લોબલ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીમાં લગભગ 30નું છે. લીના નાયરે જમશેદપુર, ઝારખંડમાં ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માં (1990-92) અભ્યાસ કર્યો અને ત્યાંથી ગોલ્ડ મેડલ જીત્યો. તેમને ઘણા HR ઇન્ટવેશન માટે શ્રેય મળ્યો છે. તેમાંથી એક હતો ‘કરિયર બાય ચોઈસ’. તેમાં એવી મહિલાઓને વર્કફોર્સનો હિસ્સો બનાવવાનો હતો, જેને પોતાની કારકિર્દી ઘણી પાછળ છોડી દીધી છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કર્યો અભ્યાસ

લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે. તેણે કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલથી સ્કૂલનો અભ્યાસ પણ કર્યો છે. તેણી કહે છે કે જ્યારે તેણીને જમશેદપુરની ઝેવિયર્સ કોલેજમાંથી ઓફર મળી ત્યારે તેના માટે તેના પરિવારને મનાવવા ખૂબ મુશ્કેલ હતું. તેણે તેના પિતાને સમજાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો કે તેણે અભ્યાસ માટે જમશેદપુર જવું પડશે, જ્યાં ટ્રેન દ્વારા પહોંચવામાં લગભગ 48 કલાકનો સમય લાગે છે.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી