સો કરોડની સિદ્ધી બદલ એક નહીં અનેકનો હિસ્સો…

ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ કહ્યું – સબકા સાથ સબકા પ્રયાસ

ભારતે કોવિડ 19 સામે સુરક્ષા આપતી રસીના ડોઝ 100 કરોડની પાર કરવા બદલ અનેરી સિદ્ધી મેળવી છે. ભારત સરકાર દ્વારા તેની ઉજવણી પણ થઇ છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ 100 કરોડ ડોઝની સિદ્ધી માટે સબકા સાથ સબકા વિશ્વાસને જશ આપીને કહ્યું છે કે તેમાં રાજ્ય સરકારો સહિત સૌ કોઇનો સાથ સહકાર રહ્યા છે.

ભારતે 16 જાન્યુઆરી 2021 ના ​​રોજ વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરી અને માત્ર નવ મહિનામાં  100 કરોડ ડોઝ અપાયા  છે. દેશના 18 વર્ષથી ઉપરના 74 ટકાથી વધારે લોકોને કે જેઓ રસીકરણ માટે યોગ્યતા ધરાવે છે તેઓને જીવન રક્ષક રસીનો ઓછામાં ઓછો  એક ડોઝ મળ્યો છે.

USA માં શરૂ થયેલા રસીકરણના લગભગ એક મહિના બાદ  ભારતનું  રસીકરણ  અભિયાન  શરૂ થયું હતું.  તેમ છતાં  ભારત 100 કરોડ ડોઝના  સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. ભારતે  યુ.એસ કરતા બમણા રસીના ડોઝ આપ્યા છે. અમેરિકા  ફક્ત 40.7 કરોડ રસીના ડોઝ આપવામાં  સફળ રહ્યું છે.

વિશ્વએ જ્યારે લગભગ 7 અબજ ડોઝ આપ્યા છે, ત્યારે એકલા ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ ડોઝ આપ્યા છે તેનો અર્થ એ છે કે કુલ આપવામાં આવેલ રસીના ડોઝમાંથી 14 ટકા  ડોઝ ભારત દ્વારા આપવામાં આવ્યા છે. ભલે વિશ્વની  GDP માં આપણો હિસ્સો માત્ર 3.5 ટકા  છે. ત્યારે ભારત માથાદીઠ જીડીપી પીપીપી ધોરણે સરખામણી કરતા તમામ રાષ્ટ્રો કરતા ઘણું સારું કરી રહ્યું છે.

આપણી સામે અનેક અવરોધો અને પડકારો હોવા છતાં ભારતે  પોતાની તાકત  પર  આગળ વધવામાં સફળતા મેળવી છે.  આપણે  સમગ્ર યુરોપિયન યુનિયનને એકસાથે રાખ્યા  છે અને તેના કરતા વધુ રસીકરણ કર્યું છે. હિમાચલ પ્રદેશ, ગોવા, સિક્કિમ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદ્દાખ અને લક્ષદ્વીપ – આ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેની પુખ્ત વસ્તીના ઓછામાં ઓછા 1 ડોઝ સાથે 100  ટકા  રસીકરણ કરવામાં સફળ રહ્યા છે. યુપી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઓસ્ટ્રેલિયા, પેરુ અને યુએઈના સમગ્ર રાષ્ટ્રો કરતાં સંપૂર્ણ રસીકરણવાળા લોકો વધુ છે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી