બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પોતાના instagram એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ ‘બાગી’ ફિલ્મના સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળે છે. લક્ષ્મીએ પોતાના ઘરના ધાબા પર આ વીડિયો શૂટ કર્યો છે. શ્રદ્ધાએ વીડિયોમાં લક્ષ્મીને ટેગ પણ કરી છે.
‘મે નાચું આજ છમ-છમ’ સોન્ગ પર લક્ષ્મીના ડાન્સને ખૂબ વખાણવામાં આવ્યો છે. તેઓ બિલકુલ શ્રદ્ધા કપૂરની જેમ સ્ટેપ ફોલો કરતી જોવા મળી. તેમના ડાન્સ વીડિયોને શેર કરતા શ્રદ્ધાએ કેપ્શનમાં કિસ, લવ, તિતલી અને સ્ટાર જેવા ઘણાબધા ઈમોજીનો ઉપયોગ કર્યો છે. ટૂંક જ સમયમાં આ વીડિયોને 15 લાખથી વધુ વખત જવામાં આવ્યો હતો.
118 , 3