અનિલ દેશમુખ બાદ હવે ડેપ્યુટી CM અજીત પવાર પર કસાઈ રહેલો ફંદો..

આવકવેરા વિભાગ એક્શન મોડમાં

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગે અજિત પવાર સાથે સંબંધિત 5 મિલકતો જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. આ મિલકતોની કિંમત 1,000 કરોડ રૂપિયાથી વધુ છે.

નોંધનીય છે કે, 100 કરોડોની ખંડણીના આરોપી મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની આખરે ગઈ રાત્રે 1 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. ઘણા દિવસો ગુમ રહ્યા પછી સોમવારે સવારે અચાનક તેઓ 11 વાગે 55 મિનિટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસે પહોંચ્યા હતા. દેશમુખને ED દ્વારા 5 વખત પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે માત્ર તેમના વકીલ ઈન્દરપાલ સિંહ ED ઓફિસ પહોંચ્યા હતા. તેમની દલીલ હતી કે દેશમુખ 75 વર્ષના છે અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે તેઓ હાજર થઈ શકતા નથી.

વસૂલી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ કરી લીધી છે.

12 કલાકની પૂછપરછ બાદ ઈડીને દેશમુખ તરફથી સંતોષકારક જવાબ ના મળતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે અનિલ દેશમુખ સોમવારે સવારે ૧૧ વાગ્યે ૫૫ મિનિટ પર ખુદ ઈડી પહોંચ્યા હતા.

આ પહેલા અનેકવાર ઈડી દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે પૂછપરછમાં સામેલ ન થયા. પરંતુ સોમવારે તેઓ ઈડી પહોંચ્યા અને પૂછપરછમાં સામેલ પણ થયા. ઈડીએ ૧૨ કલાક સુધી દેશમુખની પૂછપરછ કરી હતી. પરંતુ ઈડીને કોઈ જવાબ ઠીક ન લાગ્યો, તેવામાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ કરી લેવામાં આવી. ઈડીએ સ્પષ્ટ કહ્યું કે દેશમુખે પૂછપરછમાં સહયોગ ન કર્યો.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી