September 28, 2020
September 28, 2020

અમદાવાદ : અનુસુચિત જાતિના અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓએ ભાજપા પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, છોડી પાર્ટી

ભાઇપુરા-હાટકેશ્વર વોર્ડના અનુસુચિત જાતિના મંત્રી સહિત કાર્યકર્તાઓએ છોડી ભાજપા પાર્ટી

અમદાવાદ શહેરના ભાઇપુરા-હાટકેશ્વર વોર્ડમાં અનુસુચિત જાતિ મોરચાના મંત્રી સહિત ત્રણ કાર્યકર્તાઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપની કામગિરી પર નારાજગી વ્યક્ત કરી તેમણે એક પત્ર મારફતે પાર્ટી છોડવાની વાત કહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લાંબા સમય સુધી સાથે રહેવા છતાં પાર્ટી દ્વારા તેમની કોઇ વાત સાંભળવામાં આવતી નથી. એટલું જ નહીં લોકડાઉન જેવા કપરા સમયમાં મોટી મોટી વાતો જ કરવામાં આવી પરંતું કોઇપણ પ્રકારની મદદ કરવામાં ન આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અનેક રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા. જેને લઇ રોષે ભરાયેલા અનુસુચિત જાતિ મોરચાના મંત્રી સહિત ત્રણ કાર્યકર્તાઓએ પાર્ટી છોડવનું એલાન કર્યું છે.

અનુસુચિત જાતિ મોરચાના મંત્રી જેઠાભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ભાજપમાં કાર્યકર્તા તરીકે નિષ્ઠાપુર્વક કામગીરી કરી છતાં તેમનું કોઇ સાંળતું નથી. લોકડાઉન જેવા કપરા સમયમાં પાર્ટી તરફથી ફક્તને ફક્ત મોટી મોટી વાતો કરી, પ્રજાને ગુમરાહ કરવામાં આવ્યા. નેતાઓ પાસેથી વારંવાર અનાજ કીટની માંગણી કરવામાં આવી પરંતું કોઇ મદદ ન મળી.

રજનીકાન્ત શ્રીમાળીએ આરોપ લગાવ્યો છે કે ભાજપા પાર્ટી દ્વારા અમારી અવગણના કરવામાં આવતી હતી. તેમણે જણાવ્યું કે, ઘરે ઘરે જઇને ભાજપા માટે પ્રચાર કર્યો, દરેક નાના મોટા કાર્યક્રમમાં ભાગ લીધા, છતાં કોરોના મહામારીના સમયમાં કોઇ નેતાએ તેમનો થતાં સમાજનો સાથ ન આપ્યો. આ બાબતોને લઇ તેમના સમાજમાં ભાજપા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભાજપા પાર્ટી છોડવાનો નિર્ણય લીધો.

 382 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર