અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન મુશ્તાક મર્ચન્ટનું નિધન

જાણીતા ગાયક મનિકા વિનયગમનું પણ હાર્ટ એટેકથી નિધન

અમદાવાદમાં રહેતા મિત્ર મન્સૂરી ઇકબાલ બજાજે અભિનેતા મુશ્તાકના નિધન પર શોક વ્યક્ત કર્યો

સિનેમા જગતથી આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન મુશ્તાક મર્ચન્ટનું નિધન થયું છે. મુશ્તાકે 67 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત મુશ્તાકે મુંબઈની હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મુશ્તાકે ઘણા વર્ષો પહેલા સિનેમાની દુનિયાને અલવિદા કહી દીધું હતું અને મુંબઈના બાંદ્રામાં રહેતા હતા. જ્યારથી તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને સોશિયલ મીડિયા પર દિવંગત અભિનેતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સ્વર્ગીય અભિનેતા મુશ્તાકે “સીતા ઔર ગીતા”, “હાથ કી સફાઈ”, “જવાની દીવાની”, “શોલે” અને “સાગર” જેવી ફિલ્મોમાં પોતાની અભિનય શક્તિ દેખાડી હતી. મુશ્તાકે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સ્ટારર ફિલ્મ શોલેમાં એક નહીં પરંતુ બે પાત્રો ભજવ્યા હતા. IMDb અનુસાર, ફિલ્મના પ્રખ્યાત ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’માં મુશ્તાકે એક ટ્રેન ડ્રાઈવર અને બીજા તે વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જેની મોટરસાઈકલ જય અને વીરુએ ચોરી હતી.

તો બીજી તરફ અમદાવાદ ખાતે મન્સૂરી ઇકબાલ બજાજે સ્વર્ગીય અભિનેતા મુશ્તાકના નિધન પર સોશિયલ મીડિયા પર એક શોક સંદેશો પાઠવી શ્રંદ્ધાજલિ પાઠવી હતી. ઢાલગરવાડ વિસ્તારમાં રહેતા અભિનેતાના નજીકના મિત્ર ઇકબાલ બજાજે કહ્યું – અલ્લાહ મરહુમ કી મગફિરત ફરમાએ, ઉનકી કબ્રકો નુરસે ભર..

જાણીતા ગાયકનું હાર્ટ એટેકથી નિધન

જાણીતી તમિલ ગાયક મનિકા વિનયગમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. પોતાના અભિનય અને ગાયકી દ્વારા ઓળખ બનાવનાર મણિક્કા વિનયગમ 78 વર્ષના હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનયગામ ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ ગતરોજ હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા સેલેબ્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ શોક વ્યક્ત કર્યો છે.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી