ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની એક્ટિંગથી લોકોના દીલ જીતનાર એક્ટર આશિષ રોયનું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. અભિનેતાની બન્ને કિડની ખરાબ હતી. છેલ્લા ઘણાં સમયથી ડાયાલિસિસની સાથે સારવાર લઇ રહ્યા હતા. બીમારીને કારણે તેઓ કામ પરથી પણ દૂર હતા. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખૂબજ કફોડી બની હતી.
આશિષ રોય કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. લોકડાઉન દરમિયાન તેમની શારીરિક અને આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે આશિષે મદદની માગ કરી હતી. ઉદ્યોગના લોકો તરફથી આર્થિક મદદ મળ્યા બાદ આશિષ રોયે સારવાર કરાવીને પોતાને ઘરે 22 નવેમ્બરે પરત ફર્યા હતા.
છેલ્લા 8 મહિનાથી આશિષ રોયનું ડાયલિસિસ ચાલી રહ્યું હતું. અઠવાડિયામાં 3 દિવસ તેઓ ડાયલિસિસ માટે હોસ્પિટલ જતા હતા. શનિવારે પણ આશીષ ડાયલિસિસ માટે ગયા હતા, પરંતુ ગઈ કાલ સાંજથી તેમની તબિયત સારી નહતી અને મંગળવારે સવારે 3:45 વાગ્યાની આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા.
65 , 1