બોલીવુડના જાણીતા અભિનેતા ફરાઝ ખાનનું નિધન

રાની મુખર્જી સાથે મહેંદી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું નિધન 

બોલિવુડ માટે વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા ફરાઝ ખાનનું નિધન થયું છે. ઘણા લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા. તે હવે જિંદગીની જંગ હારી ગયા છે. પૂજા ભટ્ટે ટ્વિટ કરીને જાણકારી આપી છે. પૂજા ભટ્ટે છેલ્લા દિવસોમાં તેમના ઈલાજ માટે ફંડ ભેગુ કરવાના પ્રયત્નો કર્યા હતા અને તેમની સારવાર માટે ઘણુ ફંડ ભેગુ કરવામાં આવ્યુ હતું.

પૂજા ભટ્ટે ટ્વિટમાં લખ્યુ હતું કે બહુ જ ભારે દિલથી આ સમાચાર આપી રહી છું કે ફરાઝ ખાન આપણને છોડીને ચાલ્યા ગયા છે. મારુ માનવુ છે કે તે હવે એક સારી જગ્યાએ છે. જ્યારે તેને ખુબ જરૂર હતી તે સમયે તમારા દરેકની મદદ અને શુભકામનાઓ માટે ખુબ જ આભાર વ્યક્ત કરૂ છું. મહેરબાની કરીને તેમના પરિવાર માટે પ્રાર્થના કરો. તે જે કમી છોડી ગયા છે તેની પૂર્તી કરવી અસંભવ છે.

ફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. બેંગ્લોરની એક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો, તેમને ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર હતો. જેના કારણે તેમને વેન્ટીલેશન પર રાખવામાં આવ્યા હતા.

ફરાઝ રાની મુખર્જી સાથે મહેંદી, દુલ્હન બનુ મેં તેરી અને ફરેબ સહિત બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. ફરાઝની ફિલ્મ ફરેબનું ગીત તેરી આંખે ઝૂકી ઝૂકી ઘણુ જ હિટ રહ્યું હતું.

ફરાઝ ખાનની સારવાર માટે સલમાન ખાને આર્થિક સહાય કરી હતી

ફરાઝના પરિવારના સભ્યોએ સોશિયલ મિડીયા મારફતે મદદ કરવા માટે અપિલ કરી હતી. અને આ અપીલ બાદ પૂજા ભટ્ટે પણ લોકોને આર્થિક મદદ કરવા માટેની અપિલ કરી હતી. તે બાદ સલમાન ખાન આગળ આવ્યા અને તેની સારવારનો તમામ ખર્ચો ઉપાડ્યો. પરંતુ ફરાઝ જીવન સાથેની આ રેસ હારી ગયા.

 306 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર