September 24, 2020
September 24, 2020

મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા આશુતોષ ભાકરે કર્યો આપઘાત

આશુતોષ ભાકર ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત, છેલ્લા બે દિવસથી હતા ડિપ્રેશનમાં

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને હજુ લોકો ભૂલ્યા નથી ત્યારે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા આશુતોષ ભાકરેએ આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવી દીધું છે. 

અભિનેતાએ તેમના નિવાસસ્થાને મહારાષ્ટ્રના નાંદેડમાં ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આશુતોષ ભાકર મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખના પતિ હતા. અચાનક આપઘાત કરી દુનિયાને અલવિદા કહી દેતા આખુ મરાઠી સિનેમા શોકમાં ડૂબી ગયું છે.

આશુતોષના આ પગલાથી આખા કુટુંબ પર દુ:ખનો પર્વત તૂટી ગયો છે. જોકે, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે કયા કારણોસર અભિનેતાએ આ પગલું ભર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે જ્યારે આશુતોષના માતા-પિતા ગણેશ નગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આવ્યા હતા, ત્યારે તેમને અભિનેતાની લાશ લટકતી મળી હતી. આ હાલતમાં જોઈ માતા પિતાના હોશ ઉડી ગયા હતા.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા ડિપ્રેશનમાં હતા. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 113 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર