અભિનેતા નરેશ કનોડિયાની તબિયત લથડી, વેન્ટિલેટર પર..!

નરેશ કનોડિયાને શ્વાસ લેવામાં તકલીફ, વેન્ટિલેટર પર રખાયા..!

કોરોનાની સારવાર લઇ રહેવા ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની તબિયત વધુ લથડી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. આજે સવારે નરેશ કનોડિયાને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનનું પ્રમાણે ઘટતા અભિનેતાને યુએન મહેતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ અંગે યુએન મહેતા હોસ્પિટલના પ્રશાસન દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.

તો બીજી તરફ તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.

હાલ નરેશ કનોડિયાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સ દ્વારા સતત તેમના સ્વાસ્થય પર નજર રાખવામાં આવી રહી છે. પરિવાર દ્વારા પણ લોકોને તેમના સ્વાસ્થય માટે પ્રાર્થના કરવા અપીલ કરવામાં આવી છે. 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.

નોંધનિય છે કે નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર