September 26, 2022
September 26, 2022

34મા જન્મદિવસે રણવીર સિંહે શેર કર્યો ‘83’નો લુક, ચારેતરફથી થઇ રહી છે વાહવાહી

અભિનેતા રણવીર સિંહનો આજે 34મો જન્મદિવસ છે. રણવીર સિંહની આગામી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘83’. આ ફિલ્મ 1983ના વર્લ્ડકપ ક્રિકેટ મેચમાં ભારતે મેળવેલ ભવ્ય વિજય પર આધારિત છે. રણવીર આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. જેના માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. આજે જન્મદિવસના ખાસ પ્રસંગે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કપિલ દેવના લુકમાં પોતાની તસ્વીર શેર કરી.

આ ફોટોમાં રણવીર સિંહનો લુક દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ સાથે હુબહુ મળતો આવે છે.

લગ્ન બાદ પહેલીવાર આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણે પણ દેખાશે. દીપિકા આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મને દીપિકા અને પ્રોડ્યુસર કબીર ખાન એકસાથે પ્રોડ્યુસ કરી રહ્યા છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી