અભિનેતા સોનુ સૂદ પર 20 કરોડથી વધારેનો ટેક્સ ચોરીનો આરોપ

જરૂરીયાતમંદોના ‘મસીહા’ મુશ્કેલીમાં…! IT વિભાગની કાર્યવાહી

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની વિરુદ્ધ દરોડામાં આવકવેરા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. વિભાગનું કહેવું છે કે સોનુ સૂદ 20 કરોડથી વધુની ટેક્સ ચોરીમાં સંડોવાયેલો છે. આવકવેરા વિભાગે સતત ત્રણ દિવસ સુધી અભિનેતાના મુંબઈના ઘરે સર્વે કર્યો હતો. વિભાગે નિવેદનમાં કહ્યું કે, અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં તપાસ દરમિયાન કર ચોરી સાથે સંબંધિત શંકાસ્પદ પુરાવા મળ્યા છે.

અભિનેતા સોનુ સૂદ પર આવકવેરા વિભાગે છાપેમારી કરી હતી. બાદમાં CBDTએ જણાવ્યું કે તેમની વિરૂદ્ધ 20 કરોડ રૂપિયાથી વધારાના ટેક્સ ચોરીનો મામલો સામે આવ્યો છે. સીબીડીટીએ જણાવ્યું કે અભિનેતા અને તેમના સહયોગીઓના પરિસરોની તલાશી વખતે, ટેક્સ ચોરી સાથે સંબંધિત આપત્તિજનક પુરાવા મળી આવ્યા છે. સીબીડીટીનું કહેવું છે કે અભિનેતાને નકલી સંસ્થાઓથી નકલી અને અસુરક્ષિત ટેક્સના રૂપમાં હિસાબ વગરના પૈસા જમા કરવામાં આવ્યા હતા. 

આવક વેરા વિભાગે કર્યું કે સોનુ સૂદે FCRA કાયદાનું ઉલ્લંધન કરતા વિદેશી દાનકરતાઓની સાથે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 2.1 કરોડ ભેગા કર્યા છે. 

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી