Video: આ અભિનેત્રીએ કર્યો એવો બોલ્ડ પોલ ડાન્સ કે જોનારા જોતા જ રહી ગયા

આમ તો અભિનેત્રીઓના ડાન્સ વીડિયોઝ હંમેશા જ પસંદ કરવામાં આવે છે, પરંતુ આ સામે આવેલા વીડિયોમાં પોલ ડાન્સના એટલા ટફ સ્ટેપ્સ જોવા મળી રહ્યા છે કે જોનારા લોકો પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી.

આ વીડિયો ટીવીની જાણીતિ અભિનેત્રી આશકા ગોરડિયાએ પોતાના સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યો છે. જેના પર માત્ર એક જ દિવસમાં લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને લાખો વાર જોવામાં આવી રહ્યો છે.

આ તો બધા જાણે છે કે ટીવી અભિનેત્રી આશકા ગોરડિયા એક સારી પોલ ડાન્સર છે. કારણ કે પહેલાં પણ તેમના ઘણા બધા પોલ ડાન્સ વીડિયોઝ સામે આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે આશાએ આ બોલ્ડ પોલ ડાન્સના કઠિન સ્ટેપ્સ શેર કરીને સાબિત કરી દીધું છે કે તેમના ડાન્સનો મુકાબલો કરવો સરળ નથી.

આશકાને જોઇ કહેવું ખોટું નથી કે તેમને આ ડાન્સ કરવામાં મજા આવે છે અને તે પોલ ડાન્સ કરતાં જરાપણ ગભરાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આશકા ઘણીવાર એવોર્ડ શોમાં પણ લાઇવ પર્ફોમન્સ કરતાં જોવા મળી છે.

 11 ,  1