ભાવનગર : કાર-બાઇક વચ્ચે ટક્કરમાં બેના કરૂણ મોત

લગ્નમાં જઈ રહેલ લોકો બન્યાં કાળનો કોળિયો

રાજ્યમાં બેફામ વાહનો હંકારવાના પગલે હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા-સોનગઢ રોડ પર માર્ગે અકસ્માતની વઘુ એક ઘટના સામે આવી છે જેમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. પરિવાર જ્યારે લગ્ને પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે અચનાક બાઈક અને કાર સામ સામે અથડાયા હતા જેમાં બાઈક સવાર રોડ પર ઢસડાહો હતો જ્યારે કાર રોડ પરથી નીચે ખાબકી ગઈ હતી. બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થતા કરુણાંતિકા સર્જાઈ છે. જ્યારે પરિવારના અન્યા પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે.

પાલીતાણા-સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતને પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા જ્યારે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.. અકસ્માતની જાણ પોલીસેને કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી..જ્યારે પોલીસે બે મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લગ્ન પ્રસંગે જઈ રહેલા પરિવારના અકસ્માત નડતા પરિવારને બે સભ્યોને મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કાર-બાઇક વચ્ચે ટક્કરમાં બેના કરૂણ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે લગ્ન પ્રસંગમાં જતા પરિવાર કાળનો કોળિયો બની જતા પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી