એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોનાની ઝપેટમાં, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો….

બોલિવૂડમાં કોરોનાની રિ-એન્ટ્રી…

દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને દહેશત છે. બોલિવૂડમાં ફરી કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. અભિનેત્રી કરીના કપૂર ખાને અને અમૃતા અરોડાનો કોરોનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નોંધનીય છે કે, અભિનેતા કમલ હસનનો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

સુપર સ્પ્રેડર બનવાનું જોખમ
BMC સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કરીના કપૂર અને અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની પણ શક્યતા છે. આ બંને ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ બોલિવૂડના ઘણા સ્ટાર્સને સતત મળ્યા છે. બંને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં હાજરી આપી છે.

કોન્ટેક્ટની ટ્રેસિંગ શરૂ
BMCએ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના સંપર્કોમાંથી કેટલીક વધુ હસ્તીઓના અહેવાલ આજે આવી શકે છે. બંને અભિનેત્રીઓ પોઝિટિવ મળ્યા બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. BMC તરફથી તેમના સંપર્કમાં આવેલા લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેઓ જે લોકોને મળ્યા હતા તેમની વિગતો અને તેમનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી