September 19, 2021
September 19, 2021

અભિનેત્રી લીના મારિયા પોલની ધરપકડ

200 કરોડની ખંડણી મામલે અભિનેત્રી સામે કાર્યવાહી

છેતરપિંડીના કેસમાં અભિનેત્રી લીના મારિયા પોલની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે MCOCA એક્ટ હેઠળ લીનાની ધરપકડ કરી છે. EOW એ આરોપી સુકેશ અને તેના સહયોગીઓ સામે MCOCA હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ લોકોની ધરપકડ શક્ય છે. ED આ કેસની તપાસમાં વ્યસ્ત છે. ED ને નક્કર પુરાવા મળ્યા બાદ લીનાની ધરપકડ કરવામાં આવી છે.

લીના 2013માં આવેલી ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરી ચૂકી છે. તેના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર દ્વારા થોડા સમય પહેલા એક પ્રતિષ્ઠિત વેપારીના પરિવાર પાસેથી 200 કરોડ રુપિયા પડાવાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર કાંડને તેણે દિલ્હીની તિહાર જેલમાં બેઠા-બેઠા જ અંજામ આપ્યો હતો.

થોડા સમય પહેલા જ આ મામલે સુકેશ અને સાત અન્ય લોકોની ધરપકડ કરાઈ હતી, જેમાં એક બેંક મેનેજરનો પણ સમાવેશ થાય છે. સુરેશ વિરુદ્ધ પોલીસે મકોકા લગાવ્યો છે, જ્યારે લીના સહિતના લોકોને સહઆરોપી બનાવવામાં આવ્યાં છે. દિલ્હીમાં આજ સુધી 200 કરોડ રુપિયાની ખંડણી વસૂલાઈ હોય તેવો કોઈ કેસ નથી બન્યો. તેમાંય આ કેસમાં તો આરોપીએ જેલમાં બેઠા-બેઠા જ આખાય કાંડને અંજામ આપ્યો હતો. પોલીસ ઉપરાંત ઈડીએ પણ આ કેસમાં તપાસ શરુ કરી હતી.

તમને જણાવી દઈએ કે લીનાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોય તેવું પ્રથમ વખત નથી. આ પહેલા લીનાએ તેના બોયફ્રેન્ડ સાથે વર્ષ 2013 માં બેંકમાં છેતરપીંડી કરી હતી. જે બાદ વર્ષ 2015 માં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

સુકેશ હાલ પોલીસ રિમાન્ડમાં છે. ટૂંક સમયમાં જ ED તેને પૂછપરછ માટે તેના રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે. જેથી તેની કેસ અંગે પૂછપરછ કરી શકાય.

લીનાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેણે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કર્યું છે. આ સિવાય તેણે બિરયાની, કોબ્રા અને હસબન્ડ ઈ ગોવા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

 49 ,  1