અભિનેત્રી નેહા શર્માએ હોટ ફોટાથી ફેન્સના દિલમાં લગાડી આગ

PHOTOS જોઇને ઉડી જશે તમારા હોંશ…

બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા ભલે ફિલ્મોથી અત્યારે દૂર હોય, પરંતુ આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાના હોટ ફોટાથી ફેન્સના દિલમાં આગ લગાડે છે. તાજેતરમાં જ તેણે પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને આ ફોટોશૂટમાં નેહાની સ્ટાઇલ એકદમ કિલર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો ફિદા થઇ રહ્યા છે.

નેહા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં અભિનેત્રી પાવડર બ્લુ બ્રા પહેરેલી જોવા મળે છે. તે સિવાય અભિનેત્રીએ શ્રગ પણ પહેર્યું છે. અભિનેત્રી આ તસવીરોથી પોતાની હોટનેસનો પારો વધારી રહી છે. ફોટામાં તેમની મનમોહક અદાઓ કોઈને પણ દીવાના કરી શકે છે.

નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર 1987ના રોજ ભાગલપુર બિહારમાં થયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે નેહા શર્માના પિતા અજીત શર્મા ભાગલપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. નેહા શર્માએ પોતાનો પ્રારંભિક અભ્યાસ ભાગલપુરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT)માંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ ફેશન ડિઝાઇનિંગ કરતા કરતા અભિનેત્રીએ બોલિવૂડનો માર્ગ પકડ્યો અને ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.

વર્ષ 2007 માં નેહાએ તેલુગુ ફિલ્મ ‘ચિરુથા’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. નેહાએ ફિલ્મ ‘ક્રૂક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઇમરાન હાશ્મીની સામે જોવા મળી હતી. આ ફિલ્મમાં નેહાને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે તરત જ પ્રસિદ્ધિમાં આવી હતી.ગયા વર્ષે નેહા શર્મા ‘બિગ બોસ 13’ વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મળીને એક મ્યુઝિક વીડિયો કર્યો હતો. લોકોને બંનેની કેમિસ્ટ્રી પસંદ આવી. તેમનું ગીત હિટ રોમેન્ટિક નંબર હતું.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી