અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાડીઝને EDનું તેડું

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસની પૂછપરછ

અભિનેત્રી નોરા ફતેહીને આજે ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં નોરાની પૂછપરછ થવાની છે. સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની છેતરપિંડી અને ખંડણીનો આરોપ છે.

દિલ્હીની તિહાડ જેલમાં કેદ સુકેશ ચંદ્ર શેખર દ્વારા 200 કરોડની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે અને તેને આજે આ કેસમાં પૂછપરછમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસમાં નોરા ફતેહીનું નિવેદન નોંધવા માંગે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે નોરા આજની પૂછપરછમાં સામેલ થશે કે નહીં. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્ર શેખર અને તેની કથિત પત્ની અભિનેત્રી લીના પોલ તિહાર જેલની અંદરથી 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ જેલમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય લોકોની જેમ સુકેશે નોરા ફતેહીને પોતાની જાળમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.

અગાઉ આ કેસમાં જેકલિનની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા ED ને લાગ્યું કે જેકલીન આ કેસમાં સંડોવાયેલી છે, પરંતુ બાદમાં ખબર પડી કે તે આ કેસની વિક્ટિમ છે. લીના પોલ દ્વારા સુકેશે જેક્લીન સાથે છેતરપિંડી કરી હતી. જેકલીને ED ને આપેલા પોતાના પ્રથમ નિવેદનમાં સુકેશ સાથે જોડાયેલી ઘણી મહત્વની માહિતી શેર કરી હતી.

 51 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી