જાનથી મારી નાખવાની ઘમકી આપવા બદલ અભિનેત્રી પાયલ રોહતગીની સેટેલાઈટ પોલીસે કરી ધરપકડ

સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે,  પોલીસે કરી ધરપકડ

બોલિવુડની જાણીતી હિરોઈન પાયલ રોહતગી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. પાયલ રોહતગીએ સોસાયટીના સભ્યોને ધાકધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે બોલિવુડની હિરોઈનની ધરપકડ કરી છે.

સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામનાં તબીબે ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું હતું. વ્હોટ્સએપ ગૃપમાં અશ્લીલ મેસેજ કરીને ગાળો આપી હતી. કોમન પ્લોટમાં રમવા બાબતે ટાંટીયા ભાંગી નાખવાનુ કહ્યુ હતું. ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી હતી. 

પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું.સાથે પાયલે વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો. કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે “ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ.” પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

સોસાયટીના સભ્ય જયેશ વિશે પણ ” જયેશ કરકે કોઈ ડોકટર હૈ, વો ગુંડે કઈ તરહ ચિલ્લા રહા થા કે બિચારા મેરી વજહ સે પાગલ ન હો જાયે, એવી કોમેન્ટ પણ કરી હતી. પાયલે સોસાયટી ગેરકાયદે હોવાનું લખાણ પણ લખ્યું હતું. ઉપરાંત તેણે સોસાયટીનાં બાળકોને પણ ‘અહીં રમશો તો ટાંટિયા ભાંગી નાખીશ’ એવી ધમકીઓ આપી હતી. ટ્વિટર પર ઉશ્કેરણીજનક મેસેજ મૂકતાં ટ્વીટરે પણ તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કર્યું છે. રાજસ્થાન પોલીસ વિશે પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણી કરતાં કાર્યવાહી થઈ છે. આ મામલે સોસાયટીના ચેરમેને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી પાયલ રોહતગીની ધરપકડ કરી છે.

 70 ,  1