સમીરા રેડ્ડીને ઘરે દીકરીનો જન્મ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી ફરી માતા બની છે. તેણે દીકરને જન્મ આપ્યો છે. સમીરાએ મુંબઈના ખાર સ્થિત એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. સમીરા અને તેનો પતિ અક્ષય વરડે આજે બીજી વખત માતા-પિતા બન્યા. સમીરાને 7 વર્ષનો દીકરો હર્ષ છે.

સમીરા તેના ફેન્સને તેની પ્રેગ્નન્સી વિશે અપડેટ આપતી રહેતી હતી. તેણે ગયાં અઠવાડિયે જ અંડર વોટર પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું હતું. તે પહેલાં પણ તે ઘણા વીડિયો અને ફોટો અપલોડ કરતી રહેતી હતી.

સમીરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દીકરીના જન્મની ખુશી વ્યક્ત કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક શેર કરતાં લખ્યું, “અમારી નાનકડી પરી આજે સવારે જન્મી. મારી બેબી ગર્લ! તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.”

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી