…તો આ કારણે સમીરા રેડ્ડીએ ટ્રોલર્સને લીધા હતા આડે હાથ

એકટ્રેસ સમીરા રેડ્ડી ફરી એકવાર માતા બનવાની છે. આ ખુશીને તે પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. સમીરાએ હિંદી ફિલ્મોની સાથે કેટલીક તામિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેણે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા છે.

આપને જણાવી દઈએકે પ્રેગ્નંસીમાં વજન વધવા પર સમીરા રેડ્ડી ભારે ટ્રોલ થઈ હતી, આ વાતનો તેણે જોરદાર જવાબ આપ્યો હતો. પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર સમીરા બેબી બંપને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. તેના ચહેરા પર ગ્લો જોઈને તેની ખુશીનો અંદાજ લગાવી શકાય છે.

એક ઇંટરવ્યુમાં સમીરાએ પોતાની પ્રેગ્નંસીના સમાચાર આપ્યા હતા. તેણે કહ્યુ હતુ કે હાં, હું ફરી એકવાર માતા બનવાની છુ. આજ કારણે મે કેટલાક પ્રોજેકટ કરવાની ના પાડી હતી. સમીરા બોલી હતી કે, ‘હું કરીના નથી કે હોટ લાગુ’ સમીરા ના લગ્ન બિઝનેસમેન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન 21 જાન્યુઆરી 2014માં થયા હતા. તેમને ત્યાં પહેલું બાળક 25 મે 2015ના આવ્યુ હતુ.

હું ઈચ્છતી હતી કે મારે ત્યાં ફરી એકવાર પારણું બંધાય અને બાળકની કિલકિલાટીથી મારૂ ઘર ગુંજી ઉઠે. અક્ષય અને હું ઇચ્છીએ છીએ કે 2019માં અમારૂ બીજું સંતાન આવી રહ્યુ છે મારી ડિલેવરી જુલાઈમાં આવવાની છે. પ્રેગ્નંસી પછી પહેલી વાર તે લેક્મે ફેશન વીકમાં નજરે ચડી હતી. આ દરમિયાન તેનું બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

 126 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી