September 26, 2022
September 26, 2022

શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું…

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આજકાલ એવો માહોલ છે કે સરકારની ટીકા કરનારાને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. પરંતુ તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે કોઈને તેમનું સર્ટિફિકેટ જોઈતું નથી.

શબાના આઝમીએ કહ્યું કે અમે ગંગા-જમુના તહઝીબમાં ઉછર્યા છીએ. અમે આ હાલાત આગળ ઘૂંટણિયા ટેકી શકીએ નહીં. ભારત એક ખુબસુરત દેશ છે. દેશવાસીઓને તોડવાની કોઈ પણ કોશિશ દેશ માટે સારી નથી.

વધુમાં શબાના આઝમીએ કહ્યું કે દેશની નબળાઈ દર્શાવવામાં કોઈ ખરાબ વાત નથી. ઉલ્ટું તેનાથી દેશની પ્રગતિ થાય છે. દેશના ભલા માટે આપણે તેની નબળાઈ પણ જણાવીએ તે જરૂરી છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે દેશમાં શું ખોટું છે તે નહીં જણાવીએ તો હાલાત સારા કેવી રીતે થશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી