બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી અને પશ્ચિમ બંગાળના બશીરહાટથી ચુંટણી લડી પહેલીવાર સાંસદ બનેલી નુસરત જહાં કોલકાતાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લગ્નના કારણે તે સાંસદ પદના શપથ પણ લઈ શકી ન હતી. નુસરતે તેના ટ્વિટર એકાઉન્ટ પર લગ્નની પહેલી તસવીર ટ્વિટ કરીને આ વિશે લોકોને જાણ કરી છે.
Towards a happily ever after with Nikhil Jain ❤️ pic.twitter.com/yqo8xHqohj
— Nusrat (@nusratchirps) June 19, 2019
આ લગ્ન તુર્કીના બોડરમ શહેરમાં હિન્દુ રીત રિવાજ પ્રમાણે થયા છે. લગ્ન સમારોહમાં બંને પક્ષના ખૂબ નજીકના સંબંધીઓ અને મિત્રો સામેલ થયા હતા.
લગ્નમાં તેની ખાસ મિત્ર અને ટીએમસી કોંગ્રેસની એક અન્ય સાંસદ મિમી ચક્રવર્તી પણ હાજર હતી. મિમીએ પશ્ચિમ બંગાળથી જાધવપુરની લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
ઉલ્લેખનીય છે કે આ કપલે 4 જુલાઈએ કોલકાતામાં ગ્રાન્ડ રીસેપ્શન પાર્ટી રાખી છે. જેમાં રાજકીય નેતાઓ અને બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ જોવા મળશે.
40 , 1