કોમેન્ટ્રીમાં ગોટાળો વાળતા કહ્યું – નવદીપ સૈનીના પિતાનું થયું નિધન, બાદમાં માફી માંગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કમેન્ટ્રીમાં ગડબડ કરી હતી. ગિલક્રિસ્ટે ટિપ્પણી દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ આ મહિનાની શરૂઆતમાં તેના પિતાને ગુમાવ્યો હતો. જો કે હકીકતમાં તે મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું હતું. ઓસ્ટ્રેલિયામાં હોવાથી સિરાજ તેના પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શક્યો ન હતો.
You @ShaneWarne @gilly381 guys got it wrong! It was Mohammed Siraj's father who passed away not Saini's. @FoxCricket pic.twitter.com/b2tyyo7u2l
— Gary Singh (@gsbapla) November 27, 2020
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વન ડે સીરીઝ રમાઇ રહી છે. પ્રથમ મેચમાં ટોસ જીતીને યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફીંચે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પરંતુ આ મેચ દરમ્યાન કરવામાં આવી રહેલી કોમેન્ટ્રીમાં મોટી ભૂલ કરી બેઠ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પુર્વ દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કોમેન્ટ્રી દરમ્યાન, ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર નવદીપ સૈનીના પિતાને લઇને દુખદાયક વાત કહી દીધી. ગિલક્રિસ્ટે કોમેન્ટરી દરમ્યાન સૈનીના પિતાનુ નિધન થયુ હોવાની વાત કહી દીધી હતી.
Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU
— Adam Gilchrist (@gilly381) November 27, 2020
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની વન ડે દરમ્યાન કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રીસ્ટે કહી દીધુ હતુ કે, એક સપ્તાહ પહેલા જ નવદિપ સૈનીના પિતાનુ નિધન થયુ હતુ. હકીકતમાં નવદિપ સૈની નહી પરંતુ ટીમ ઇન્ડિયાના અન્ય ઝડપી બોલર મહંમદ સિરાજના પિતાનુ તાજેતરમાં નિધન થયુ હતુ. જેને લઇને ગિલક્રીસ્ટ કન્ફ્યુઝન થઇ ગયા હતા, અને તેમણે નવદિપ સૈનીના પિતાના નિધનની વાત કહી દીધી હતી.
Navdeep Saini After Australian Commentators Talks about his Father's Death #Saini #Siraj #AUSvsIND pic.twitter.com/kd9rz7bjdj
— 🍕🍕🍕 Stylish S 🔥🔥🔥 (@JCBwaliLadki) November 27, 2020
એડમ ગિલક્રિસ્ટને જ્યારે પોતાની આ ભૂલની સમજ પડી, તો તેઓએ પોતાની ભૂલને સુધારતા પોતાની સ્થિતી સાફ કરી હતી. ગિલક્રીસ્ટે સોશિયલ મિડીયા પર લખ્યુ હતુ કે, મારી ભૂલને સુધારવા બદલ આભાર. મને અહેસાસ છે કે મારા થી ભૂલ થઇ છે. હું નવદિપ સૈની અને મહંમદ સિરાજ બંને થી આ મોટી ભૂલની માફી માંગુ છુ.
Gilchrist is showing sympathy with Saini
— Vikas Singh Chaudhary (@Vikascasm) November 27, 2020
instead of Siraj as he think his father
passed away.
Meanwhile Saini's dad:#AUSvIND pic.twitter.com/yq60dcXOQ9
બતાવી દઇએ કે હાલમાં જ સિરાજના પિતાનુ નિધન થયુ છે. પરંતુ તે અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારત પરત ફર્યો નહી અને ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે બીસીસીઆઇએ સિરાજના ભારત પરત ફરવા પર વિકલ્પ રાખ્યો હતો. મહંમદ સિરાજને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે નવદિપ વન ડે માટે પસંદ પામ્યો છે.
74 , 1