અદાણી કંપનીએ રોકી સૌરવ ગાંગુલીની ‘હેલ્ધી ઑયલ’ વાળી તમામ જાહેરાતો, સોશિયલ મીડિયા પર ઉડી હતી મજાક

સોશિયલ મીડિયા પર મજાક, અદાણી વિલ્મરે સૌરવ ગાંગૂલીની જાહેરાત રોકી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન રાઇસ બ્રાન રસોઈ તેલ સાથે એ તમામ જાહેરાતોને અટકાવી છે જેમાં ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી જોવા મળે છે. ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ઘટનાક્રમથી વાકેફ બે અધિકારીઓએ આ માહિતી આપી છે.

કંપનીની જાહેરાતથી નજીક જોડાયેલા એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું કે સૌરવ ગાંગૂલીવાળી જાહેરાતને બધા પ્લેટફોર્મ પરથી હાલ દૂર કરવામાં આવી છે. બ્રાંડની ક્રિએટિવ એજન્સી Ogivy & Mather આ મામલાને જોઇ રહી છે અને નવા કેમ્પન પર કામ કરી રહી છે.

સૌરવ ગાંગૂલીને ગત વર્ષે જાન્યુઆરીમાં Fortune Rice Bran ઓઇલનો બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવ્યો હતો. લોકડાઉન પીરિયડ દરમિયાન બનાવામાં આવેલ જાહેરાતમાં તેઓ હાર્ટની દેખરેખ રાખવાનું જણાવતા જોવા મળે છે.

કંપનીની જાહેરાત સાથે નજીકથી સંકળાયેલા એક સ્ત્રોતે જણાવ્યું કે, ગાંગુલીની જાહેરાતોને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી છે. આ બ્રાન્ડની ક્રિએટિવ એજન્સી Ogilvy & Mather આ પ્રક્રિયાને જોઇ રહી છે અને નવી કેમ્પેઇન પર કામ કરી રહી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ગાંગુલીને ફોર્ચ્યુન રાઇસ બ્રાન ઓઇલનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો. તે લોકડાઉન સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલી એક જાહેરાતમાં તે હાર્ટની સંભાળ અને પ્રોત્સાહન આપતો આ એડવર્ટાઇઝમાં જોવા મળે છે.

ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલે સોમવારે ટ્વીટ કર્યું કે ગાંગુલીની હાલત સ્થિર છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ગાંગુલીના હાર્ટ એટેકના સમાચાર ફેલાતાં ફોર્ચ્યુન બ્રાન્ડ સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ. લોકોએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અદાણી વિલ્મર તેલની આયાત કરે છે અને તે જાણતી નથી કે સેલિબ્રિટીઝ જે ચીજની જાહેરાત કરે છે તેનો જાતે ઉપયોગ પણ કરે છે કે નહીં. સોશિયલ મિડિયા પર લાખો યુઝર્સે આ એડનો ખુબ મજાક ઉડાવતા આખરે કંપનીને આ જાહેરાત રોકવાની ફરજ પડી છે.

જણાવી દઇએ, અદાણી વિલ્મર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. સોયાબીન, સરસો, રાઇશ બ્રાન અને મગફળીનું તેલ વેચવા સિવાય કંપની Alife બ્રાંડથી સાબુ અને સેનિટાઇઝરનું પણ વેચાણ કરે છે. કંપનીના આંકડા મુજબ 12 લાખ ટનના બ્રાંડેડ રાઇસ બ્રાન ઓયર માર્કેટમાં ફોર્ચ્યૂન 35 ટકા માર્કેટ શેરની સાથે પહેલા સ્થાન પર છે.

કંપનીએ 2013માં રાઇસ બ્રાન એડિબલ ઓઇલ ઉતાર્યું હતું. દેશમાં ખાદ્ય તેલનું કુલ માર્કેટ 2.2 કરોડ ટન છે જેમાં 1.1 કરોડ બ્રાંડેડ છે. જેમાં ફોર્ચ્યુયનની માર્કેટમાં ભાગીદારી 20 ટકા છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર