અદાણી ગ્રુપના શેરોમાં નરમાશ, 14 જૂન બાદ રિકવરી પર લાગી બ્રેક

ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેરમાં ભારે ઘટાડો 

અદાણી ગ્રુપના શેરોમાં નરમાશ જોવા મળી રહી છે. 14 જૂન બાદ શેર પહેલાના સ્તરે પહોંચી શક્યા નથી. એવા અહેવાલો બહાર આવ્યા છે કે ગ્રૂપમાં ભારે રોકાણ કરનારા ત્રણ વિદેશી ભંડોળના ખાતાને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા ફ્રીજ કરી દેવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3માં કડાકો જોવા મળ્યો. જેમાંથી ગૌતમ અદાણીને ખૂબ ભારે નુકસાન થયું. નેટવર્થ ઓછી થવાના કારણે તે અમીરોની યાદીમાં 15માં સ્થાનેથી ઘટીને 17માં સ્થાને આવી ગયા છે.

અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાંસમિશનના શેર અને અદાણી ટોટલ ગેસના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે અદાણી ગ્રુપની બીજી કંપનીઓ જેવી કે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરના શેર તેજી રહી છે.

હકીકતમાં, આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ મીડિયા અહેવાલો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો ધરાવતી કેટલીક એફપીઆઈના ખાતા ‘સ્થિર’ થઈ ગયા છે.

આ સમાચાર પછી અદામી જૂથના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો.  કંપનીના શેરમાં ઘટડો થવાના કારણે જ્યાં પહેલા જ તે એશિયાના અમીરોની યાદીમાં બીજામાંથી ત્રીજા નંબર પર આવી ગયા છે. ત્યાં જ નેટવર્થમાં વધારે ઘટાડો થવાના કારણે તે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાંથી પણ બે પગલાં નીચે આવી ગયા છે. સોમવારે તેમને 1.55 અરબ ડોલરનું નુકસાન થયું જેના કારણે ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેરમાં ભારે ઘટાડો થયો છે. 

 72 ,  1