September 18, 2021
September 18, 2021

અદાણી Vs અંબાણી : રિલાયન્સને સીધો પડકાર આપવાની તૈયારી..!

અદાણી ગ્રુપે આ બિઝનેસમાં ઝંપલાવ્યું

ભારતના સૌથી ઘનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીને અદાણી ગ્રુપે સીધી ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. અદાણી ગ્રુપે હવે પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં ઝપલાવ્યું છે.

અદાણી એન્ટરપ્રાઈઝે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીએલ) નામથી પૂર્ણ માલિકીની એક નવી સબ્સિડરી બનાવી છે. જે એપીએલ રિફાઈનરી, પેટ્રોકેમિકલ્સ કોન્પ્લેક્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ યુનિટ, હાઈડ્રોજન સહિત સંકળાયેલા રસાયણ પ્લાન્ટ સ્થાપિત કરશે. અત્યાર સુધી આ બિઝનેસમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)નું પ્રભુત્વ રહ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ને અપાયેલી જાણકારીમાં અદાણી એન્ટરપ્રાઈઝીસે જણાવ્યું છે કે, તેણે શુક્રવારે એક નવી સહયોગી કંપની બનાવી છે. આ કંપની એપીએલએ હજુ કામકાજ શરૂ કર્યું નથી. અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એપીએલ) અમદાવાદમાં 30 જુલાઈ 2021એ રજિસ્ટર કરવામાં આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝીસે કહ્યું છે કે, અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિડેટ પાસે રૂ. 1 લાખની ઓથોરાઈઝ્ડ અને પેડ અપ શેર કેપિટલ છે.

નોંધનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોલર પાવર ક્ષેત્રમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાનો પ્લાન બનાવ્યો છે. અદાણી ગ્રુપ પહેલેથી જ આ બિઝનેસમાં છે. મુકેશ અંબાણીએ જૂનના છેલ્લા સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની એજીએમમાં કહ્યું હતું કે, કંપની હવે રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં ઝડપથી આગળ વધવા ઈચ્છે છે. તે પોતાના પેટ્રોલિયમ બિઝનેસને મદદ આપવા માટે નવા સેગમેન્ટમાં પ્રવેશવા ઈચ્છે છે. રિલાયન્સે ગત મહિને કહ્યું હતું કે, તેની યોજના એ પ્રકારની ફેક્ટરી બનાવાની છે, જે સોલર કમ્પોનન્ટ, એનર્જી સ્ટોરેજ બેટરી, ઈલેક્ટ્રોલાઈઝર વગેરે બને છે.

તમને શું ફાયદો થશે?
દેશના બે સૌથી મોટા ઉદ્યોગપતિઓના જંગનો ફાયદો લોકોને મળવાની આશા છે. સોલર પાવરના ક્ષેત્રમાં બંને વચ્ચે સ્પર્ધાથી સોલર પાવરની કિંમતો ઘટવાની શક્યતા છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદી દેશમાં ગ્રીન એનર્જીની ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર આપી રહ્યા છે. સરકારે 2030 સુધી ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા ચાર ગણી એટલે કે 450 ગીગાવોટ કરવાનું લક્ષ્ય રાખે છે. અંબાણી અને અદાણી સરકારની આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છે છે. જોકે, અત્યાર સુધી તેઓ એકબીજાના બિઝનેસમાં દખલગીરી કરવાથી દૂર રહેતા હત

 80 ,  1