September 18, 2021
September 18, 2021

અદાણી વિલ્મરે રૂ.4500 કરોડના IPO માટે સેબીમાં દાખલ કરી અરજી

દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાનું લક્ષ્ય

અદાણી વિલ્મરે રૂ.4500 કરોડના IPO માટે સેબીમાં અરજી દાખલ કરી છે. ફોર્ચ્યુન એડિબલ ઓઇલનું ઉત્પાદન કરતી FMCG કંપની અદાણી વિલ્મર 4500 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. અદાણી વિલ્મર એ અદાણી ગ્રુપ અને સિંગાપોરની કંપની વિલ્મરનું જોઈન્ટ વેન્ચર છે. વર્ષ 1999માં આ જોઈન્ટ વેન્ચર બન્યું હતું. અદાણી વિલ્મર તેલ ઉપરાંત, તે બાસમતી ચોખા, લોટ, મેંદો, સોજી, દાળ અને બેસનના બજારમાં પણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ પોતાના IPO માટે સેબી સમક્ષ DRHP જમા કરાવી દીધું છે. કંપનીનો 4500 કરોડ રૂપિયાનો આઇપીઓ સંપૂર્ણ ફ્રેશ ઈશ્યુ હશે. અદાણી વિલ્મરે વર્ષ 2027 સુધી દેશની સૌથી મોટી ફૂડ કંપની બનવાનું લક્ષ્ય રાખ્યું છે. માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે તે આઇપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માંગે છે. જો કંપની આઇપીઓ લાવવામાં સફળ થશે તો તે અદાણી ગ્રુપની સાતમી લિસ્ટિંગ થનારી કંપની બનશે.

કોટક મહિન્દ્રા કેપિટલ,જેપી મોર્ગન,બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ,ક્રેડિટ સુઇસ,ICICI સિક્યુરિટીઝ,HDFC અને BNP પારિબા ઈશ્યુના i-બેન્કર છે.જ્યારે સીરિલ અમરચંદ મંગલદાસ કંપનીની વકીલ છે અને ઈન્ડ્સ લૉ i-બેન્કર્સની વકીલ છે. અદાણી વિલ્મરની ટક્કર નેચર ફ્રેશ,જેમિની,સ્વીકાર અને મેરીકોના સફોલા જેવી બ્રાન્ડ સાથે છે. આ ઉપરાંત સનડ્રોપ,મધર ડેરીના ધારા,પરાંજલી અને ઈમામી ગ્રુપના ઓઇલ બ્રાન્ડ સાથે પણ માર્કેટમાં મજબૂત હરીફાઈ છે.

 42 ,  1