ઓસ્ટ્રેલિયામાં અદાણીને કોલ માઈન માટે પર્યાવરણીય મંજુરી મળી

પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી જેનો લાંબા સમયથી વિરોધ થઇ રહ્યો છે એવી ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ક્વીન્સલેન્ડમાં તેના કાર્માઈકલ ખાણ પર કામ શરૂ કરવા માટે અદાણી ગ્રુપની અદાણી ઓસ્ટ્રેલિયાને અંતિમ પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી છે.

અદાણીને ખાણની મંજુરી મેળવવા માટે ત્યાના સ્થાનિકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને કંપનીને તમામ પ્રકારની મંજુરી મેળવવા માટે એક દાયકાથી પણ વધારેનો સમય લાગ્યો હતો.

મેલેસા પ્રાઇસે એક સ્ટેટમેંટમાં જણાવ્યુ કે સરકારે આ પ્રોજેક્ટ્સ માટે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરાવ્યુ હતું અને આ પ્રોજેકટ તમામ પ્રકારની વૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરે છે તેથી તેને મંજૂરી આપવામાં આવી છે.

મંજુરી મળતા કંપની હવે પ્રારંભિક પ્રવૃત્તિઓમાં કોન્ટ્રેક્ટને અંતિમ સ્વરૂપ આપવું, સાધનસામગ્રી એકત્ર કરવી તથા ભરતી પ્રક્રિયા શરુ કરશે અને આ ઉપરાંત માઇનીંગ સાઇટ પર ફેન્સીંગ, બ્રિજ અને રોડ અપગ્રેડેસ, વોટર મેનેજમેન્ટ અને સિવિલ વર્કસ સહિતની બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી મેલિસા પ્રાઈસે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોલ માઈનના પ્રોજેક્ટને આગળ વધારવા માટે હજી નવથી વધુ પર્યાવરણી મંજુરીની જરૂર છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી