પીએનજી ગેસ કેસમાં અદાણીની હાર અને 10 લાખનો દંડ…!

“હેરોઇનકાંડમાં અદાણી પોર્ટના મેનેજમેન્ટને નાણાંકિય લાભ થયાનીય તપાસ કરો”

અદાણી- હું જ સાણંદ, બાવળા-ધોળકામાં પણ ગેસ આપુ. કોર્ટે કહ્યું- નો…નો..

કોર્ટ- હેરોઇનનો જથ્થો ચેન્નઇ પોર્ટને બદલે મુન્દ્રા બંદરે જ કેમ આવ્યો..?

ગુજરાત ગેસ કંપની સામેનો કેસ અદાણી ગેસ કંપની હારી ગઇ

સુપ્રિમ-જે નિયમ હેઠળ લાભ મળ્યો એ નિયમ પછી ખરાબ કઇ રીતે..?

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

19 સપ્ટેમ્બર,2021ના રોજ ગુજરાતમાં કચ્છના અદાણી હસ્તકના મુંન્દ્રા પોર્ટ ખાતે આયાત બે કન્ટેનરોમાંથી ટેલ્કમ પાવડરના નામે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. તેના પગલે દેશ આખામાં ભારે ચકચાર મચી હતી અને મુન્દ્રા પોર્ટનું સંચાલન કરનાર ગૌતમ અદાણીના માથે માછલા ધોવાયા. અદાણી જુથ દ્વારા લેખિત ખુલાસો પણ કરાયો કે એમાં સંચાલક એટલે કે બંદર ચલાવનાર-પોર્ટ મેનેજમેન્ટ-ની કોઇ જવાબદારી રહેતી નથી. કેમ કે મુન્દ્રા બંદર પર રોજના હજારો કન્ટેનરો આવે છે એ બધાની તપાસ કરવાની જવાબદારી જે તે તપાસ એજન્સીઓની છે. અમે માત્ર બંદરના સંચાલન-મેનેજમેન્ટમાં આયાતકારો-નિકાસકારોને કોઇ મુશ્કેલી ના પડે અને બધુ સરળતાથી ચાલે એ માટે જ જવાબદાર છે.

અદાણીનો ખુલાસો યોગ્ય છે. તેમના હસ્તકના મુન્દ્રા પોર્ટ પર રોજેરોજ દેશ-વિદેશના કેટલાય વહાણો આવે છે અને કન્ટેનરો ઠલવાય છે અને કન્ટેનરો ભરીને લઇ જાય છે. તેમાં શું ભરેલુ છે એ જોવાની જવાબદારી અદાણીની ન હોય. કન્ટેનરો તપાસવાની એ કામગીરી માટે વિવિધ તપાસ એજન્સીઓ છે. જે બે કન્ટેનરોમાં 3 હજાર કિલો કે 3 ટન હેરોઇનનો જથ્થો પકડાયો તે કસ્ટમ્સ અને અન્ય એજન્સીઓએ શંકાના આધારે કે કોઇ બાતમીના આધારે પકડ્યો છે. અમુક સેકન્ડમાં આખા કન્ટેનરની એકસ રેની જેમ તપાસ થઇ જાય કે કન્ટેનરમાં શું ભરેલું છે એવા એકસ રે ટાઇપ મશીન દરેક પોર્ટ પર હોય તો તરત જ તપાસ થઇ જાય. પોર્ટ મેનેજમેન્ટને પણ નાહકના બદનામ ના થવુ પડે.

આ કેસમાં તપાસ કરીને પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા વગેરેની કાયદાકીય કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. અને કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તેમાં પોર્ટના મેનેજમેન્ટને આવરીને તેને કોઇ લાભ થયો કે કેમ તેની તપાસ કરવા કહ્યું છે.

અમદાવાદથી પ્રસિધ્ધ થતાં જાણીતા દૈનિક અખબાર સંદેશમાં આજે 30 સપ્ટેમ્બર, 2021ના અંકમાં 18મા પાને નીચેના ફોલ્ડ બે કોલમમાં “હેરોઇનકાંડમાં અદાણી પોર્ટના મેનેજમેન્ટને નાણાંકિય લાભ થયાનીય તપાસ કરો” એવા મથાળાં સાથે છપાયેલા સમાચારમાં દર્શાવાયું છે કે,”નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ-એનડીપીએસ-હેઠળના કેસો માટેની ગુજરાત કોર્ટના એડિશનલ. જિલ્લા જજ સીએમ પવાર દ્વારા 2,990 કિલો હેરોઇન કાંડમાં અદાણી હસ્તકના મેનેજમેન્ટને કોઇ નાણાંકિય લાભ થયાની ય તપાસ કરો એવો ડીઆરડીઆઇને આદેશ આપ્યો છે.કોર્ટે એવુ પણ અવલોકન કર્યુ છે કે હેરોઇનો જથ્થોદક્ષિણ ભારતના વિજયવાડા મોકલવાનો હતો અને વિજયવાડાની નજીક ચેન્નાઇ પોર્ટ હોવા છતાં ગુજરાતના મુન્દ્રા અદાણી પોર્ટ પર આટલુ મોટુ કન્સાઇમેન્ટ આવ્યું કઇ રીતે..? મુન્દ્રા પોર્ટ મેનેજમેન્ટ અને પોર્ટ ઓથોરીટીને કેટલો નાણાંકિય લાભ થયો છે તેની પણ તપાસ કરો.

આ કેસમાં આયાતકાર આશી ટ્રેડિંગના માલિક આંધ્રની દંપતિ સહિત 8ની ધરપકડ થઇ છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે હેરોઇન વિદેશથી ભારતમાં આવે અને ગુજરાતના પોર્ટ પર કન્ટેનર આવી જાય ત્યારે પોર્ટ મેનેજમેન્ટની જવાબદારી શું..તેની પણ તપાસ કરો મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો પકડાય ત્યારે પોર્ટ મેનેજમેન્ટ અને અને પોર્ટ ઓથોરીટી કેમ અંધારામાં રહ્યાં..સાથે સાથે નાણાંકિય લાભ શું થયો તેની પણ તપાસ કરવા ડીઆરઆઇ તરફથી હાજર વકીલની દલીલો બાદ કોર્ટે આદેશ કર્યો છે.”

કિસાન આંદોલનમાં અંબાણીની સાથે વિવાદમાં આવેલા અદાણીને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં પીએનજી ગેસ સપ્લાયનો પરવાનો મળ્યો છે. પાઇપ દ્વારા ઘરે ઘરે રાંધણ ગેસ, 24 કલાક….સમયાંતરે પછી રીક્ષા-એસટી બસના સીએનજી ગેસની જેમ પીએનજી ગેસના ભાવમાં પણ રૂપિયો- બે રૂપિયા વધારો થયાં કરે એ અલગ બાબત છે પણ બાટલો લેવા જવાની માથાકૂટી નહીં એમ માનીને હજારો ઘરોમાં પાઇપ દ્વારા ગેસ આપવામાં આવે છે. મોંઘવારી કે અન્ય કાબુ બહારના કારણો દર્શાવી એક રૂપિયો પણ વધારો કરે તો પણ કાંઇ પણ કર્યા વગર રોજના લાખો રૂપિયા મળ્યા કરે. અદાણીની જેમ ગુજરાત સરકારની માલિકીની ગુજરાત ગેસ કંપની પણ ગેસનો પુરવઠો પીએનજી એટલે કે પાઇપ દ્વારા આપે છે.

સરકારે ગુજરાત ગેસને અમદાવાદની આસપાસના સાણંદ, બાવળા અને ધોળકામાં ગેસ સપ્લાયનો પરવાનો આપ્યો ત્યારે અદાણીની કંપનીએ વાંધો ઉઠાવ્યો. વાંધો એવો કે ના..આ તો મારા કાર્યક્ષેત્રમાં આવે છે અને હું જ સાણંદ, બાવળા અને ધોળકામાં ગેસ આપુ…! મામલો પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડમાં ગયો. બોર્ડમાં અદાણીનો વાંધો ફગાવી દેવાયો. અદાણીએ બોર્ડના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો. હાઇકોર્ટમાં પણ અદાણીની હાર થઇ અને મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો. બન્ને પક્ષકારોની દલીલો અને કાયાદાકીય નિયમો જોઇને સુપ્રિમ કોર્ટે 29 સપ્ટેમ્બર, 2021ના રોજ ચુકાદો આપીને અદાણીને ફટકાર લગાવી કે જે નિયમ-ધારાધોરણો હેઠળ તમને અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદમાં પીએનજી માટેનો પરવાનો મળ્યો એ નિયમ હવે તમારા માટે અન્યાયી અને અયોગ્ય કઇ રીતે થઇ ગયો..? તમને અમદવાદ મ્યુનિ.ની હદમાં જ ગેસ પુરવઠો પૂરો પાડવાનો પરવાનો છે.

સાણંદ, બાવળા અને ધોળકા અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની હદની બહાર છે અને તમને એ શહેરોમાં પણ ગેસ પુરો પાડવાનો પરવાનો કઇ રીતે મળી શકે…? એક જ નિયમ..એક જ ધારાધોરણો અને તે હેઠળ તમને લાભ મળે તો ગુડ ગુડ..અને બીજાને લાભ મળે તો બેડ..બેડ..? એવુ ના ચાલે, ભરો 10 લાખનો દંડ…!

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી