રાહુલ-સૂરજેવાલા સામે માનહાનિનો કેસ, અમદાવાદની કોર્ટે પાઠવ્યું સમન્સ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. એડીસી બેંક માનહાનિ કેસમાં મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. માત્ર રાહુલ ગાંધી જ નહિ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ મોકલ્યું છે.

મેટ્રોકોર્ટના મેજિસ્ટ્રેટ એસ. કે. ગઢવીએ બદનક્ષી થતી હોવાનું માન્યું છે. બંને સામે પ્રથમ દર્શનીય ગુનો- મેટ્રોકોર્ટને ધ્યાનમાં રાખીને આગામી 27મી મેના રોજ મેટ્રોકોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો છે.

તમને જણાવી દઇએ કે, ADC બેંકના ચેરમેનનો આક્ષેપ છે કે રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ નોટબંધી સમયે બેંક દ્વારા કરવામાં આવેલા વ્યવહારને લઇને સવાલો ઉઠાવ્યા હતા જેના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, નોટબંધી સમયે ADC બેંકમાં 5 દિવસમાં 745 કરોડની નોટ બદલી આપવામાં આવી હતી.

ત્યારબાદ એડીસી બેંકના ચેરમેન અજય પટેલે એડીસી બેંક અને બેંકના હોદ્દેદારોની બદનક્ષી થઇ હોવાનો આરોપ મુકી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.

 76 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી