અધીર રંજને કહ્યું- ગાંધી-નેહરૂ પરિવારજ કોંગ્રેસની બ્રાંડ ઇક્વિટી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શનિવારે કહ્યું કે ગાંધી-નેહરૂ પરિવારથી બહારની કોઇ વ્યક્તિ માટે પાર્ટી ચલાવવી ખુબ મુશ્કેલ છે. તેનું કારણ જણાવતા તેમણે કહ્યું કે ગાંધી-નેહરૂ પરિવારજ કોંગ્રેસની બ્રાંડ ઇક્વિટી છે. ચૌધરી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીનું કમબેક હવે મોટાભાગે એ ક્ષેત્રિય પાર્ટીઓના કમજોર થવા પર નિર્ભર છે જેમની કોઇ વિચારધારા નથી.

અધીર રંજન ચૌધરીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે કોંગ્રેસ જેવી મજબૂત વિચારધારા વાળી અને સમગ્ર દેશમાં મોજૂદ પાર્ટીજ ભાજપ જેવા સાંપ્રદાયિક દળનો સામનો કરી શકે છે. જેવી રીતે ક્ષેત્રિય પાર્ટીઓ કામ કરી રહી છે, આવનારા દિવસોમાં તે તેમની અગત્યતા ખોઇ બેસશે અને ત્યારબાદ દેશમાં બે ધ્રુવીય વિચારધારા વાળુ રાજકારણ થઇ જશે. જ્યારે બે ધ્રુવો વાળી રાજનીતિ શરુ થશે તો અમે ફરી સત્તામાં આવીશું, મતલબ કોંગ્રેસનું ભવિષ્ય ખૂબ ઉજળું છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી