September 19, 2021
September 19, 2021

Video : હાઈ એન્ટીબાયોટિક હોય છે ગૌમૂત્ર, ગાયબ થઈ જાય છે સંક્રમિત બીમારીઓ : સાધ્વી પ્રજ્ઞા

દરોજ ગૌમૂત્રના સેવનથી સાધ્વી પ્રજ્ઞા બચી શક્યા કોરોનાથી

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગૌમૂત્રને હાઈ એન્ટીબાયોટિક ગણાવ્યું છે. ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ભાજપના સાંસદે જણાવ્યું કે, અમે ગૌમૂત્રને પવિત્ર માનીએ છીએ, અનેક રિસર્ચર પણ કહે છે કે, ગૌમૂત્ર હાઈ એન્ટીબાયોટિક હોય છે. સાધ્વી પ્રજ્ઞાના કહેવા પ્રમાણે રિસર્ચના દાવાનો અર્થ કાઢવા પર અમને જાણવા મળ્યું કે, ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી તમામ સંક્રમિત બીમારીઓ દૂર થઈ જાય છે. 

સાધ્વી પ્રજ્ઞાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ પહેલી વખત નથી કે તેમણે ગૌમૂત્રના ફાયદા ગણાવ્યા હોય. કોરોના કાળની બીજી લહેર દરમિયાન ભાજપના સાંસદે કહ્યું હતું કે, તેઓ કોરોનાથી એટલે બચી શક્યા કે, તેઓ દરરોજ ગૌમૂત્રનું સેવન કરે છે. 

 19 ,  1