આઇપીઓ લાવવાની આદિત્ય બિરલા સન લાઇફની દરખાસ્ત..

આ ઓફર હેઠળ કંપની નવા શેરને બદલે જુના શેર વેચશે

દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ્સમાંની એક એસેટ મેનેજમેન્ટ કંપની આદિત્ય બિરલા સન લાઇફ એએમસી શેર બજારમાંથી મૂડી ઉભી કરી રહી છે. પેરેન્ટ કંપની આદિત્ય બિરલા કેપિટલે જણાવ્યું હતું કે તેના મ્યુચ્યુઅલ ફંડ મેનેજમેન્ટ યુનિટે આઈપીઓ લાવવા માટે સેબીને દરખાસ્ત મોકલી છે. આ ઓફર ફોર સેલ હશે એટલે કે કંપની નવા શેરને બદલે જુના શેર વેચશે.

આદિત્ય બિરલા કેપિટલ દ્વારા નિયમનકારને આપવામાં આવેલી માહિતી અનુસાર, “એસેટ મેનેજમેન્ટ કંપની આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ 19 મી એપ્રિલના રોજ આઇપીઓ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ સેબીને સુપરત કર્યો છે.” આઈપીઓ દ્વારા આદિત્ય બિરલા કેપિટલ એએમસીમાં વધુમાં વધુ 28,50,880 ઇક્વિટી શેર વેચી શકે છે. જાહેર ઇશ્યૂમાં વેચાયેલા દરેક શેરની ફેસ વેલ્યુ પાંચ રૂપિયા હશે. આ ફેસ વેલ્યુ સાથે કંપનીના કુલ 28,80,00,000 ઇક્વિટી શેર છે.

આઇપીઓ માટે સેબીને આપવામાં આવેલી માહિતી અનુસાર ઇશ્યૂ દ્વારા સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ્સ પાંચ રૂપિયાના ફેસ વેલ્યુ સાથે વધુમાં વધુ 3,60,29,120 શેર વેચી શકે છે. આ કેનેડિયન કંપની આદિત્ય બિરલા સન લાઇફ એએમસીની જોઈન્ટ વેન્ચર શેરહોલ્ડર છે.આ રીતે આઈપીઓ દ્વારા આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઇફ ઇન્ડિયા કંપનીની પેઇડ-અપ મૂડીના 13.50% જેટલા શેર વેચી શકે છે.ચાલુ વર્ષના માર્ચ ક્વાર્ટરમાં તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 2.71 લાખ કરોડ રહી છે.

 21 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર