એડમિરલ હરી કુમાર બન્યા નેવીના નવા પ્રમુખ, મળ્યું ગાર્ડ ઓફ ઓનર

એડમિરલ કરમબીર સિંહ નિવૃત્ત, હરી કુમારને સોપાઇ કમાન

નેવીના નવા પ્રમુખ એડમિરલ આર હરી કુમારે ભારતીય નેવીના નવા પ્રમુખનો પદભાર સંભાળ્યો છે. વર્તમાન નેવી અધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહે એડમિરલ આર હરિ કુમારને ભારતીય નેવીની કમાન સોંપી છે. એડમિરલ આર હરી કુારે નેવી સ્ટાફના નવા પ્રમુખના રૂપમાં સાઉથ બ્લોક લોનમાં ગાર્ડ ઓફ ઓનરનું સન્માન, કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ આર હરી કુમારને હવેના નેવીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે.

12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા વાઇસ એડમિરલ આર હરિ કુમારને જાન્યુઆરી 1983માં ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યું હતું. હરિ કુમારે વિવિધ કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂંકોમાં સેવા આપી છે. વાઇસ એડમિરલ આર. હરિ કુમારના ‘સી કમાન્ડ’માં આઈએનએસ નિશંક, મિસાઈલ કોર્વેટ, આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે.

તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિરાટનું પણ કમાન્ડ કર્યું છે. કુમારે આ વર્ષે ફેબ્રુઆરીમાં નૌકાદળના જમણા હાથ તરીકે ઓળખાતા મુંબઈ સ્થિત WNCની કમાન સંભાળી હતી. વાઇસ એડમિરલ આર હરિ કુમારે નેવલ વોર કોલેજ, યુએસ, આર્મી વોર કોલેજ, મહુ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ, યુકેમાંથી અભ્યાસ કર્યા છે.

સોમવારે વાઇસ એડમિરલ આર હરિ કુમારે મુંબઈમાં આયોજિત એક સમારોહમાં વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહને પશ્ચિમી નૌકા કમાન્ડનો હવાલો સોંપ્યો હતો. વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ નેવીના બે ઓપરેશનલ કમાન્ડનું નેતૃત્વ કરવાનું ગૌરવ ધરાવે છે. પશ્ચિમી નૌકા કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ પૂર્વીય નૌકા કમાન્ડના વડા હતા.

આ વર્ષની શરૂઆતમાં વાઈસ એડમિરલ આર હરિ કુમારે પશ્ચિમી નૌકા કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ વાઇસ એડમિરલ અજીત કુમારનું સ્થાન લેશે, જેઓ જાન્યુઆરી 2019 થી આ મહત્વપૂર્ણ કમાન્ડનો હવાલો સંભાળી રહ્યા છે. વાઈસ એડમિરલ અજીત કુમાર નૌકાદળમાં 40 વર્ષની વિશિષ્ટ કારકિર્દી બાદ નિવૃત્ત થયા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી