અમિતાભ બચ્ચન પછી હવે અદનાન સામીનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હેક

બોલીવુડના શહંશાહ અમિતાભ બચ્ચનનું ટ્વિટર હેંડલ સોમવારે હેકક કરવામાં આવ્યું હતું. હેકરે તેમના ટ્વિટર હેંડલની પ્રોફાઈલ ફોટો બદલીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો લગાડી દીધો હતો. તે સિવાય તેમની બાયોમાં પણ ફેરફાર કરી ‘લવ પાકિસ્તાન’ લખ્યું હતું.

જે બાદ હવે બોલીવુડના ગાયક અદનાન સામીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું છે. અદનાનના એકાઉન્ટને હેક કર્યા બાદ તેવા જ બદલાવ કરવામાં આવ્યા જેવા અમિતાભ બચ્ચનના એકાઉન્ટમાં કરવામાં આવ્યા હતા.

ગાયક અદનાન સામીનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યા પછી તેમના એકાઉન્ટ પર પાકિસ્તાનના PM ઇમરાન ખાનનો ફોટો લગાડવામાં આવ્યો છે. તેમના એકાઉન્ટથી ટ્વીટ પણ કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાની શોમાં નાચતા લોકો અને પાકિસ્તાની ઝંડા પણ જોવામાં આવ્યા છે.

એકાઉન્ટ પર એક ટ્વીટને પિન પણ કરવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું કે જે પણ અમારા પડોસી ભાઈ દેશ સાથે છેતરપિંડી કરશે તે આ વાત સાંભળીલે કે તેમના પ્રોફાઈલ પર પાકિસ્તાની ઝંડાઓ જોવા મળશે.

આ એકાઉન્ટ કોને હેક કર્યું છે તેની કોઈ જાણકારી મળી નથી, પરંતુ જેવી રીતે એકાઉન્ટમાં પાકિસ્તાન સાથે સંકળાયેલા ટ્વીટ અને ફોટોસ જોવા મળી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે આ હરકત પાકિસ્તાન તરફથી કરવામાં આવી છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી