EVMમાં ઉમેદવારનો ફોટો કેમ નહીં ? સુપ્રીમમાં કરવામાં આવી રીટ

ચૂંટણી પ્રતિક અને નામની સાથે ફોટો પણ હોવો જોઇએ, અરજદારની માંગણી

દેશમાં પ્રશ્મિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમા વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. દેશમાં સ્થાનિકથી લઇને લોકસભાની ચૂંટણીઓ ઇવીએમથી થઇ રહી છે. સુપ્રીમ કોર્ટમાં એક એવી રીટ કરવામાં આવી છે કે, ઇવીએમમાં ઉમેદરવારનું ફોટો પણ હોવો જોઇએ, જેથી મતદારો તેને સહેલાઇથી ઓળખી શકે. જો કે સુપ્રીમ કોર્ટે તેના પર કોઇ હાલ કાર્યવાહી કરવાને બદલે અરજદારને જાણ કરી છે કે, આ રીટની એક નકલ એડવોકેટ જનરલને પણ આપવામાં આવે.

ઇવીએમમાં રાજકીય પક્ષોના ઉમેદરવારોના નામ અને પક્ષનું માન્ય ચૂંટણી પ્રતિક રાખવામાં આવે છે. જેના આધારે મતદારો મતદાન કરે છે. સુપ્રીમ કોર્ટમાં ભાજપના એક નેતા અશ્વિન ઉપાધ્યાય દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે, ઇવીએમમાં ચૂંટણી પ્રતિકના સ્થાને ઉમેદરવારનો ફોટો, નામ, ઉમર અને શૈક્ષણિક લાયકાત પણ દર્શાવી જોઇએ. જો કે કોર્ટે આ અંગે કેન્દ્ર સરકારને નોટિસ આપવાને બદલે રીટની એક અરજી એજીને આપવા સુચન કરી છે.

 11 ,  1