જાહેરાત : ગુજરાતમાં વધુ 16 પોલીસ સ્ટેશન સ્થપાશે

રાજ્યના 11 જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના 16 નવા પોલીસ સ્ટેશન બનાવાશે, 8 જિલ્લાના 8 પીએસઆઇ કક્ષાના પોલીસસ્ટેશન પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરાશે. તેમજ 7 જિલ્લામાં 7 નવી આઉટપોસ્ટ પોલીસ ચોકી ઊભી કરાશે.તદુપરાંત બીજા તબક્કામાં 10 જિલ્લામાં પીએસઆઇ કક્ષાના 10 પોલીસ સ્ટેશનો પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરાશે, એમ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું છે.

પીઆઇ કક્ષાના 16 નવા પોલીસસ્ટેશનો અમદાવાદ ગ્રામીણમાં નળસરોવર અને કેરાલા જીઆઇડીસી, કચ્છના મુન્દ્રા તાલુકામાં પ્રાગપર, માધાપર અને માંડવી, કોડાયા, છોટા ઉદેપુરમાં ઝોઝ, જૂનાગઢમાં સાસણગીર, દાહોદમાં બી ડિવિઝન, પાટણમાં સરસ્વતી, ભાવનગરમાં મહુવા- ગ્રામીણ, મહીસાગરમાં બાલાસિનોર તાલુકા પોલીસસ્ટેશન, લુણાવાડા, સુરતમાં બારડોલી રૂરલ, સુરત શહેરમાં પાલ, ચોકબજાર સિંગણપુર ડભોલી તેમજ સુરેન્દ્રનગરમાં ધજાળા ગામે ઊભા થશે.

અમદાવાદમાં બાવળા ટાઉન, અમરેલીમાં બાબરા, આણંદમાં ખંભાત રૂરલ, કચ્છમાં નખત્રાણા, ખેડા-નડિયાદમાં મહેમદાવાદ, ગાંધીનગરમાં માણસા, વડોદરા રૃરલમાં વાઘોડિયા તેમજ સુરત ગ્રામીણમાં કોસંબા એમ 8 જિલ્લામાં 8 પીએસઆઇ કક્ષાના પોલીસ સ્ટેશનો અપગ્રેડ થશે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી