અફઘાન ક્રિકેટને કેપ્ટન મોહમ્મદ નબીએ કરી સ્પોન્સર, આને કહેવાય દેશ પ્રત્યેનો પ્રેમ….

તાલિબાને T-20 WorldCupમાં ટીમને સ્પોન્સર કરવાનો કર્યો હતો ઇનકાર

અફઘાનિસ્તાનમાં ઓગસ્ટમાં તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો તે પછી અફઘાન ક્રિકેટ પર સંકટના વાદળો ઘેરાઈ હતા કેમ તાલિબાને ICC T20 WorldCup2021 માટે અફઘાન ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો ઇનકાર કર્યો હતો જેના પગલે અફઘાન ક્રિકેટ ટીમના કેપ્ટને મોહમ્મદ નબી આગળ આવ્યો અને ટીમને વર્લ્ડ કપમાં લાવવા માટે પોતાના પૈસા ખર્ચ્યા. તે પોતાના પૈસાથી અફઘાન ટીમને સ્પોન્સર કરી રહ્યો છે. જો આ દેશ પ્રત્યેનો પ્રેમ નથી, તો શું છે? જોકે, અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી જ્યારે સોમવારે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા શારજાહમાં દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે તે પોતાના આંસુને કાબૂમાં રાખી શક્યો નહોતો જોકે, રાશિદ ખાને કેપ્ટન પદ પરથી હટતા નબીને T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

T-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 130 રનથી હરાવી દીધું છે. અફઘાનિસ્તાને આ મેચમાં સ્કોટલેન્ડને ક્યાંય ટકવા દીધુ નથી. પ્રથમ બેટિંગ કરતા અફઘાન બેટ્સમેને જોરદાર બેટિંગ કરી અને ઈનિંગ દરમિયાન કુલ 11 સિક્સ મારી હતી. ત્રણ સિક્સ તો 100 મીટર લાંબી હતી.

ટોસ જીતીને પ્રથમ રમતા અફઘાનિસ્તાને 190/4નો સ્કોર બનાવ્યો હતો નજીબુલ્લાહ જાદરાને 34 બોલમાં 59 રન બનાવ્યા. સ્કોટલેન્ડની સામે મેચ જીતવા માટે 191 રનનો ટાર્ગેટ હતો, જોકે આખી ટીમ 10.2 ઓવરની રમતમાં 60 રને ઓલઆઉટ થઈ ગઈ.

સ્કોટલેન્ડના ચાર ખેલાડી 0 પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. અફઘાનિસ્તાનની સ્કોટલેન્ડની સામેની ટી-20 ઈન્ટરનેશનલમાં આ સતત 7મી જીત છે. ટીમની જીતમાં મુજીબ ઉર રહેમાને યાદગાર દેખાવ કરતા 5 વિકેટ પ્રાપ્ત કરી અને તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી