September 19, 2021
September 19, 2021

અફઘાનિસ્તાનના નેતાઓ, સાંસદો શરણ લેવા ભારત પહોંચ્યા..

ભારત સાથેની દોસ્તીને કારણે તેઓ દિલ્લી પહોંચ્યા હોવાનું અનુમાન

જ્યાં એક સમયે ભારતની સરહદ હતી તે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ બાદ સર્જયેલી કટોકટીમાં અફઘાનના રાષ્ટ્રપતિને પણ દેશ છોડીને ભાગી જવું પડ્યું અને તેમણે યુએઇમાં શરણ લીઘી છે. તો બીજી તરફ કેટલાંક અફઘાની સંસદ સભ્યો અને રાજકિય નેતાઓએ ભારતમાં શરણ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુંસાર અફાગિસ્તાનમાં જે ઘટનાઓ બની ત્યારબાદ કેટલાંક સમયથી અફઘાનિસ્તાનના મહત્વના નેતાઓ સંસદ સભ્યો ભારત પહોંચી ગયા છે. જેમાં સાસંદ વહિદુલ્લાહ કલિમજઇ, અબ્દુલ અજીજ હકીમી, અબ્દુલ કાદિલ જજઇ, માલિમ લાલાગુલ સહિત એક દઝન જેટલા સંસદ સભ્યોએ ભારતમાં શરણ લીધી છે.

આ ઉપરાંત અફધાનિસ્તાનના મુખ્ય મંત્રાલા કરનાર અબ્દુલ્લા અબ્દુલ્લાનો પરિવાર ભારતમાં આશ્રય લઇ રહ્યો છે.

 13 ,  1