ભારતમાં ઘુસ્યા અફઘાન આતંકી! ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ

સેનાના  કેમ્પ અથવા મોટી સરકારી સંસ્થાઓ આતંકીઓના નિશાના પર

અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા સત્તા હાંસલ કર્યા બાદ હવે આતંકીઓને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. તાજેતરમાં ભારતમાં કેટલાક અફઘાનના આતંકીઓ પ્રવેશ્યા હોવાની માહિતી મળી છે. ગુપ્તચર એજન્સીઓએ જેને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓના મતે ભારતમાં મોટા હુમલા માટે અફઘાન આતંકવાદીઓ દ્વારા કાવતરું રચાય તેવી શક્યતા છે.

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓનું લક્ષ્ય મોટા સેનાના  કેમ્પ અથવા મોટી સરકારી સંસ્થાઓ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર આ આતંકીઓને પાકિસ્તાન તરફથી સરહદ પાર કરવામાં મદદ કરવામાં આવી છે. માહિતી અનુસાર અફઘાન આતંકવાદીઓને ભારતમાં પ્રવેશ કર્યા બાદ પરત ફરતા પાકિસ્તાનીઓની ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે અફઘાન આતંકીઓ પાસે ઘાતક હથિયારો છે. આ સાથે જમ્મુ -કાશ્મીરમાં હાજર તમામ આતંકવાદીઓ આ અફઘાન આતંકવાદીઓને ટેકો પૂરો પાડવાના સમાચાર પણ છે. ગુપ્તચર અહેવાલ મુજબ ઉરી સેક્ટરની અંગુર પોસ્ટ પર જાળી કાપીને પાકિસ્તાન તરફથી અફઘાન આતંકવાદીઓ ઘુસી આવ્યા છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી