September 19, 2021
September 19, 2021

તાલિબાન વિરુદ્ધ અફઘાન મહિલાઓનું વિરોધ પ્રદર્શન બન્યું હિંસક

વિરોધમાં સેંકડો મહિલાઓ રસ્તા પર આવી

અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા પર પાછા ફરવાની સાથે શરિયા કાયદા અનુસાર મહિલાઓના અધિકારો નક્કી કરવામાં આવ્યા છે. તાલિબાન શાસનના વિરોધમાં કાબુલમાં મહિલાઓએ તેમના અધિકારો માટે કૂચ કરી છે. મહિલાઓ કહે છે કે, ‘તેમને સમાન અધિકારો જોઈએ.’

ન્યૂઝ એજન્સીએ તાલિબાનના હવાલેથી દાવો કર્યો હતો કે, કાબુલમાં શુક્રવારે તાલિબાન પોતાની નવી સરકાર બનાવશે પરંતુ મોડી સાંજે કેટલાક કારણેને લઈને તે થઈ શક્યું નહીં. ત્યાર પછી તાલિબાનના પ્રવક્તાએ શનિવારે નવી સરકાર રચવાની વાત કરી, પરંતુ આજે પણ તેને ટાળી દેવામાં આવ્યું છે. હવે કહ્યું છે કે, 2-3 દિવસની અંદર તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવશે.

એક ન્યૂઝ અનુસાર, કાબુલમાં મહિલાઓનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. વિરોધીઓનું કહેવું છે કે તાલિબાન દ્વારા મહેલના માર્ગ પર આવ્યા બાદ બન્યું. તાલિબાનોએ તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા છે અને તેમને આગળ વધતા અટકાવ્યા છે.

મહિલાઓ તેમના વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર પણ કર્યા છે. અફઘાન મહિલાઓ તેમના વિરોધમાં કહી રહી છે, ‘અમે 20 વર્ષ પહેલાની મહિલાઓ નથી. અમને સમાનતા, ન્યાય અને લોકશાહી જોઈએ છે. કાબુલમાં ફેવરે અબ એક્વેયર પાસે મહિલાઓએ રેલી કાઢી છે. અફઘાન મહિલાઓ તાલિબાન શાસન હેઠળ તેમના ભવિષ્યને સુરક્ષિત નથી માનતી, તેથી તેઓ માંગ કરે છે કે તેમને પહેલાની જેમ કામ કરવાનો અધિકાર આપવામાં આવે. તાલિબાન મહિલા અધિકારોની તરફેણમાં નથી. તેઓએ શરિયા કાયદા મુજબ કામ કરવાનું કહે છે.

 50 ,  1