September 19, 2021
September 19, 2021

અફગાનિસ્તાન : અમરૂલ્લાહ સાલેહના ભાઈના મોતના અહેવાલ

પંજશીર ઘાટીમાં કરી હત્યા…!

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તાલિબાનોએ સત્તા સંભાળી તે પહેલા અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ રહેલા અમરૂલ્લાહ સાલેહના મોટા ભાઈ રોહુલ્લાહ સાલેહની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિંદગી બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરી રહ્યા છે કે અમરૂલ્લાહ સાલેહને તાલિબાન લડવૈયાઓએ ગત રાત્રે પંજશીરમાં નિર્દયતાથી હત્યા કરવામાં વી હતી.

મળતી માહિતી મુજબ તાલિબાન અને નોર્ધન અલાયન્સ વચ્ચે ગુરુવારે રાત્રે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાલેહનો મોટો ભાઈ માર્યો ગયો હતો. એવા અહેવાલો છે કે તાલિબાન લડવૈયાઓએ રોહુલ્લાહ સાલેહને ખૂબ ત્રાસ આપ્યો હતો. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

રિપોર્ટમાં આ દાવો એવા દરમ્યાન કરવામાં આવ્યો જ્યારે તાલિબાન લડાકોની તસવીર બાદ કરવામાં આવ્યો છે જ્યાંથી અમરૂલ્લાહ સાલેહે એક વિડીયો જાહેર કરીને કહ્યું કે તે હજુ પણ પંજશીરમાં છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દાવો કરવામાં આવ્યો છે કે, તાલિબાને એ જગ્યાના પુસ્તકાલય પર કબ્જો જમાવી લીધો છે જ્યાં અમરૂલ્લાહ સાલેહ રહેતો હતો.

પંજશીર એ વિસ્તાર છે જ્યાં તાલિબાન હાલમાં નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (એનઆરએફ) અને નોર્ધન એલાયન્સ સાથે લડી રહ્યું છે. તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલનો કબજો મેળવ્યો હતો. જો કે, પંજશીરમાં, નોર્ધન અલાયન્સે આઝાદીની લડત ચાલુ રાખી. અશરફ ગનીએ દેશ છોડ્યા પછી, અમરૂલ્લાહ સાલેહે પંજશીરના લડવૈયાઓને ખુલ્લો ટેકો આપ્યો. કેટલાક પ્રસંગોએ તાલિબાનને તેમની તરફથી ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી છે.

 44 ,  1