અફઘાનિસ્તાનઃ હેરાત-કંધાર હાઈવે પર બોમ્બ બ્લાસ્ટ, 34 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો છે. હેરાત-કંધાર હાઈલે પર થયેલા આ બ્લાસ્ટમાં 34 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. જેમાં મહિલા અને બાળકો પણ સામેલ છે.બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

હુમલાની માહિતી મળતા જ સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તાર ઘેરીને હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે બ્લાસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોઈ આતંકી સંગઠન દ્વારા પણ હજી આ બ્લાસ્ટની જવાબદારી લેવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના હેરાત-કંધાર હાઈવે પર આજે સાવરે રોડની સાઈડમાં ઉભેલી એક ગાડીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે તેના કારણે 34 લોકોના મોત થયા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી