એલોન મસ્ક, તમે સાંભળો છો..? 10 લાખ બાળકો ભૂખમરાથી મરશે..

અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું પ્રમાણ વધ્યું – 10 લાખ બાળકો મુશ્કેલીમાં..

દુનિયાનો સૌથી ધનિક એલોન મસ્ક દ્વારા એવી ઓફર કરવામાં આવી હતી કે, જો દુનિયામાંથી ભૂખમરો દુર કરવાનો ચોક્કસ ઉપાય બતાવવામાં આવે તો તેઓ પોતાની આવકમાંથી 600 મિલિયમ ડોલર આપવા તૈયાર છે. ટેસ્લા કંપનીના માલિક આ રકમ આપે કે કેમ એતો યુનો જાણે. પરંતું તાલિબાન હસ્તકના અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી અધધ 10 લાખ બાળકો અસર થયા તેમ છે.

તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. WHOનું કહેવું છે કે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં લાખોની સંખ્યામાં બાળકો આ વર્ષના અંત સુધીમાં ભૂખથી મરી શકે છે. તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. WHOના એક નિવેદને દુનિયાનું ધ્યાન ફરી આકર્ષિયુ છે. સંગઠને કહ્યું કે ઠંડીની ઋતુમાં અફઘાનિસ્તાનમાં તાપમાન ઓછું હશે અને ભૂખથી કકડી રહેલા બાળકો જીવ ગુમાવી શકે છે.

સમાચાર એજન્સી રોયટર્સની રિપોર્ટ મુજબ WHOએ કહ્યું કે લગભગ 32 લાખ અફઘાની બાળકો વર્ષના અંત સુધી વિકટ કુપોષણનો શિકાર બનશે. જેમાંથી લગભગ 10 લાખ બાળકો પર મોતનું સંકટ ખરાબ રીતે તોડાઈ રહ્યું છે. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હૈરિસે કહ્યું કે દેશમાં ફેલાતા સંકટની વચ્ચે આ એક મોટી લડાઈ હશે. કાબુલમાં હાજર હેરિસે કહ્યું કે દેશમાં કેટલાક વિસ્તારમાં રાતે તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચવા લાગ્યું છે.

જો કે હેરિસની પાસે અફઘાનિસ્તાનમાં ભૂખથી જીવ ગુમાવી ચૂકેલા બાળકોનો કોઈ આંકડો નથી. પરંતુ તેમણે કહ્યું કે હોસ્પિટલના વોર્ડ નાના બાળકોથી ભરેલા છે. ચેચકના મામલા આ સમયે અફઘાનિસ્તાનમાં વધારે છે. WHOના ડેટા મુજબ અત્યાર સુધીમાં દેશમાં 24 કલાકમાં વધારે મામલા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવ્યા બાદથી ખાદ્ય સંકટ તોડાઈ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને થોડાક દિવસો પહેલા તાલિબાન સરકારે એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે. જે અંતર્ગત લોકોને કામના બદલામાં અનાજ આપવામાં આવશે. તાલિબાન મુજબ આ કાર્યક્રમ દેશના લગભગ મોટા શહેરોમાં ચલાવવામાં આવી રહ્યું છે. એકલા કાબુલ શહેરમાં આ અંતર્ગત 40 હજાર લોકોને રોજગાર પુરો પાડવાના સમાચાર આવ્યા હતા.

આની પહેલા ગત મહિને સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે લગભગ 1.9 કરોડ અફઘાન લોકોને ખાદ્ય સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં ચેતવવામાં આવ્યા હતા કે નવેમ્બર- ડિસેમ્બર મહિનામાં દેશની અડધી વસ્તીની સામે ખાદ્ય સંકટ હાજર રહેશે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી