September 20, 2021
September 20, 2021

ગીર સોમનાથ : સુત્રાપાડાના પ્રાસલી ગામમાં 4 ફૂટનો મગર આવી જતાં અફરા-તફરી

ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા મગરને કેદ કરાયો

ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં મગર ઘૂસી આવતાં અફરા-તફરી મચી ગઈ હતી. સુત્રાપાડા ના પ્રાસલી ગામમાં 4 ફૂટનો મગર રાત્રે ઘૂસી આવ્યો હતો. પ્રાસલી ગામની અંદરના રોડ પર મગર આવી ચડ્યો હતો. વન વિભાગ દ્વારા રાત્રે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 30 મિનિટની જહેમત બાદ મગર કેદ કરાયો હતો. પરંતુ વન વિભાગના રેસ્ક્યુ દરમ્યાન અનેક ચૂક ચર્ચાનો વિષય બની હતી.

હવામાન વિભાગે કરી છે આ આગાહી છે કે ભાદરવામાં ભરપૂર વરસાદ વરસશે.  હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસશે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે. સાથોસાથ એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. જેને લઈ પૂરા ગુજરાતને મળશે સારો વરસાદ.

 17 ,  1