ભારત સમેત આ દેશોમાં પણ જોવા મળશે ચંદ્રગ્રહણ, જાણો શું છે ટાઈમ

આજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવ છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.

ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ જોવા મળશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.

પૃથ્વીનો પડછાયો ચંદ્રને 65 ટકા ભાગ મધરાત્રે 03:01 વાગે પડી રહ્યો હશે. તે સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હશે. આ ચંદ્ર ગ્રહણને જોવાનો સૌથી યોગ્ય સમય હશે. સૂર્ય ગ્રહણ હમેશાં અમાસનાં દિવસે હોય છે. કારણ કે ચંદ્રમાનો આકાર પૃથ્વીનાં આકારની સરખામણીએ આશરે 4 ગણો ઓછો છે. તેથી તેની છાયા પૃથ્વી પર નાની પડે છે. તેથી પૂર્ણતાની સ્થિતિમાં સૂર્ય ગ્રહણ પૃથ્વીનાં એક નાનકડાં ભાગમાં જ જોવામાં આવે છે.

પણ ચંદ્રગ્રહણની સ્થિતિમાં ધરતીની છાયા ચંદ્રની સરખામણીએ ઘણી મોટી છે તેથી તેમાંથી પસાર થતાં ચંદ્રને સમય લાગે છે. અને ચંદ્રગ્રહણ ધરતીનાં મોટાભાગનાં વિસ્તારમાં જોવા મળે છે. ચંદ્રગ્રહણ થવાનું સીધું કારણ છે કે ચંદ્રમાનું પૃથ્વીની ઓટમાં આવી જવું. તે સ્થિતિમાં સૂર્ય એક તરફ, ચંદ્રમા બીજી તરફ અને વચ્ચે પૃથ્વી હોય છે. જ્યારે ચંદ્રમા ધરતીની છાયામાંથી નિકળે છે તો તે સમય દરમિયાન ચંદ્ર ગ્રહણ પડે છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી