તબીબી ક્ષેત્રે અનોખી સિઘ્ઘી 55 કલાક અને 3 ઓપરેશન બાદ અલગ થઈ માથાથી જોડાયેલી બે બહેનો

પાકિસ્તાનની બે વર્ષની જુડવા બાળકીઓને અલગ કરવામાં લંડન સ્થિત હોસ્પિટલના ડૉક્ટર્સે સફળતા હાંસલ કરી છે. લંડનના ગ્રેટ ઑરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલના ડૉક્ટર્સે જન્મથી દિમાગથી જોડાયેલ આ બાળકીઓને 55 કલાક સુધી ચાલેલ ઓપરેશન બાદ અલગ કરવામાં સફળતા હાંસલ કરી. બે વર્ષની જુડવા બાળકીઓના નામ સફા અને મારવા ઉલ્લાહ છે, જે અવિશ્વસનીય રીતે એકબીજી સાથે જોડાયેલી જન્મી હતી. હાલ ઑપરેશન બાદ બંને સ્વસ્થ છે.

બે વર્ષની બંને બાળકીના લાંબા સમય સુધી ચાલેલઓપરેશનની સફળતા બાદ ગ્રેટ ઑરમંડ સ્ટ્રીટ હૉસ્પિટલે પ્રેસ રિલીઝ દ્વારા આ વાતની જાણકારી આપી. જાણકારી મુજબ પ્રત્યેક 2 મિલિયન નવા જન્મતા બાળકોમાંથી માત્ર એક મામલો જ જુડવા બાળકોનો હોય છે, અને તેમાં માત્ર 5 ટકા જુડવા બાળકો જ મસ્તિષ્કથી એકબીજા સાથે જોડાયેલા હોય છે.

જાણકારી મુજબ, જુડવા બાળકીઓને 19 મહિનાની અંદર લંડન લઈ જવામાં આવી હતી. જ્યાંની સર્જિકલ અને મેડિકલ ટીમે પહેલા પણ 2006 અને 2011માં મસ્તિષ્કથી જોડાયેલ બાળકોને અલગ કર્યાં હતાં, ટીમે આ કેસમાં સફળતા માટે એક વિસ્તૃત યોજના બનાવી કે પછી ખાસ પ્લાનિંગ સાથે બાળકીઓને અલગ કરવામાં સફળતા હાંસલ કરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી