ચેન્નાઇમાં 6 વર્ષ બાદ જળબંબાકાર

મેઘરાજા હવે ખમૈયા કરે તો સારું!

દક્ષિણ ભારતીય રાજ્યના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહેવાલ છે કે બપોરે 2 વાગ્યા સુધી ઓછામાં ઓછા 81 લોકોને બહાર કાઢીને આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

દરમિયાન પાણી ભરાવાના કારણે રેલવે તંત્ર પણ પ્રભાવિત થયું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણને કારણે ચેન્નાઈમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો. ચાર જિલ્લામાં આગામી બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. તે જ સમયે, એનડીઆરએફની ટીમો તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને મદુરાઈમાં તૈનાત છે. કહેવામાં આવી રહ્યું છે કે 6 વર્ષ બાદ ચેન્નાઈમાં આટલો ભારે વરસાદ નોંધાયો છે.

PM મોદી આવ્યા એક્શનમાં

સ્થિતિની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. પીએમએ ટ્વીટ કર્યું, ‘તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. કેન્દ્ર વતી બચાવ અને રાહત કાર્યમાં શક્ય તમામ સહકાર આપવાનું વચન આપ્યું હતું. હું દરેકની સલામતી ઈચ્છું છું.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી